BCCI on closing ceremony of IPL 2022: IPL 2022 ખુબ જ શાનદાર અંદાજમાં રમાઈ રહી છે. દર્શકોને દરરોજ અહીં રોમાંચક મેચ જોવા મળી રહી છે. આઇપીએલ દુનિયાની સૌથી વધારે જોવાતી લીગ છે. બીસીસીઆઇ દર્શકોને મોટી ભેટ આપવા જઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઇ આપી શકે છે આ ભેટ
ક્રિકેટ્રેકરના રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ અમદાવાદમાં આઈપીએલ 2022 નો સમાપન સમારોહ આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. જ્યાં ફાઈનલ મેચ રમાવાની છે. કોવિડ-19 ના કારણે આઇપીએલ 2022 ની ઓપનિંગ સેરેમની આયોજીત કરવામાં આવી ન હતી. આઇપીએલ 2022 મહારાષ્ટ્રમાં ચાર સ્થળો પર રમાઈ રહી છે. જેમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. છેલ્લા 15 વર્ષમાં આઇપીએલે દર્શકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી છે.


ટૂર્નામેન્ટ રમી રહી છે 10 ટીમ
આઇપીએલ 2022 માં 10 ટીમ ભાગ લઈ રહી છે. આઇપીએલ દુનિયાની સૌથી મોંઘી રમત બની ગઈ છે. આઇપીએલ 2022 માં પ્લેઓફ અને ફાઈનલ સહિત કુલ 74 મેચ રમાશે. લીગ દરમિયાન દરેક ટીમને 14 મેચ રમવાની છે. કોવિડને કારણે આઇપીએલનું આયોજન માત્ર મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે, મુંબઇ, નવી મુંબઇ અને પુણેના મેદાનો પર મેચ યોજઈ રહી છે.


29 મેના રમાશે ફાઈનલ
આઇપીએલ 2022 ની ફાઈનલ 29 મેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. પ્લેઓફ માટે જગ્યાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ કોલકાતામાં ઇડન ગાર્ડન ક્વોલીફાયર 1 અને એલિમિનેટરની મેજબાની થઈ શકે છે. મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વખત આઇપીએલનો ખિતાબ જીત્યો છે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વખત ટ્રોફી પર કબજો જમાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube