ઝી બ્યુરો/અમદાવાદ: આઈપીએલ રસિયાઓ માટે આજથી ઈન્ડિયન પ્રિમિટર લીગ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. જ્યારે તારીખ 24 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાનાર છે. પરંતુ આઈપીએલ મેચો રાત્રે હોવાથી લોકોને તકલીફ ના પડે તેના માટે મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલની ધરપકડ દિલ્હીમાં પણ ભડકો ગુજરાતમાં : સુરત-રાજકોટ-ભાવનગરમાં થયો હોબાળો


સ્પેશિયલ ટિકિટ બહાર પડાઈ
અમદાવાદમાં IPL ક્રિકેટ મેચોને લઈને મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો છે. 31 માર્ચથી 4 એપ્રિલ સુધી મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20થી રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમદાવાદમાં IPL મેચના દિવસે મેટ્રો દ્વારા 50 રૂપિયાની કિંમતે સ્પેશ્યલ પેપર ટીકીટ પણ લોન્ચ કરવામાં આવશે. 


આ મંદિરમાં માથું ટેકવાથી દૂર થાય છે પૈસાની તંગી, આ બોલીવુડ અભિનેતાઓ પણ આવી ચૂક્યા છે


આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફ્લેટ 50 રૂપિયા હશે. જેનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના કોઈપણ સ્ટેશન માટે થઈ શકશે.


બિજનૌરમાં બે હાથીઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ, હાથીઓ વચ્ચેની લડાઈ જોઈ વનકર્મીઓ પણ ગભરાયા....


ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રેક્ટિસ શરૂ કરી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અમદાવાદ આઈટીસી નર્મદા હોટલ પર આવી પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું હોટલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની આગેવાનીમાં જોવા મળશે. બીજી બાજુ ગુજરાત ટાઈટન્સની ટીમે અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 21 માર્ચે અમદાવાદ પહોંચી હતી. 


CM અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું, "આ વિપક્ષને ખત્મ કરવાનું કાવતરું"