અતુલ તિવારી/ અમદાવાદ: ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ડે નાઈટ ટેસ્ટ મેચ અને ચોથી ટેસ્ટ મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થયું છે. ગઈકાલથી 'બુક માય શો' એપ પરથી ઓનલાઈન ટિકિટ મળી રહી છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પ્રથમ દિવસે 15,000 જેટલી ટિકિટનું વેચાણ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વાઈટ બોલ ટેસ્ટ મેચની એક ટિકિટનો ભાવ 300 થી લઈ 2500 સુધી નક્કી કરાયો છે. મેદાનમાં જુદી જુદી જગ્યા મુજબ એક ટિકિટ માટે 300, 400, 450, 500, 1000 અને 2500 રૂપિયા નક્કી કરાયા છે. મેદાનની ચારેતરફ સૌથી ઉપરના પેવેલીયનની ટિકિટ 300 રૂપિયા નક્કી કરાઈ છે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલા પેવેલીયનની ટિકિટ 400, 450 અને 500 રૂપિયા નક્કી કરાઈ છે. રિલાયન્સ E પેવેલીયનની ટિકિટનો દર 500 રૂપિયા નક્કી કરાયો છે.


આ પણ વાંચો:- IND VS ENG: હેલિકોપ્ટરથી ચેન્નઈ ટેસ્ટનો નજારો થઈ રોમાંચિત થયા PM Modi, ટ્વિટર પર શેર કર્યો ફોટો


અદાણી લેફ્ટ અને રાઈટ પેવેલીયનમાં એક ટિકિટની કિંમત 1,000 રૂપિયા છે. 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન પ્રથમ ડે નાઈટ ટેસ્ટ રમાશે. અદાણી બેંકવેટ સીટમાં એક ટિકિટની કિંમત 2,500 રૂપિયા નક્કી કરાઈ છે. આ તમામ ટિકિટ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા જે તે દિવસે રમાઈ રહેલી ટેસ્ટ મેચ મુજબ મેદાન પરથી પણ મળશે. આ ઉપરાંત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 ની ટિકિટો 1 માર્ચથી ઓનલાઈન મળશે.


આ પણ વાંચો:- ENG vs IND: ચેન્નઈમાં અશ્વિને ઝડપી પાંચ વિકેટ, તોડ્યો હરભજન સિંહનો રેકોર્ડ


બુક માય શો એપ્લિકેશન પરથી તમામ 5 T20 આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટો મળશે. T20 મેચ માટે એક ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. 500 રૂપિયાની ટિકિટ મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગની રહેશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા લોન્ગ ઓન અને લોન્ગ ઓફની ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો.


આ પણ વાંચો:- શરમજનક! આ દિગ્ગજ ખેલાડી થઈ Racism નો શિકાર, નાનીના મોત પર થઇ ખરાબ કોમેન્ટ


મેદાનના ચારેતરફ આવેલી કેટલીક ટિકિટો 1000 રૂપિયામાં આપવામાં આવશે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ E ની ટિકિટોનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન લેફ્ટ અને રાઈટની ટિકિટ 6000 રૂપિયામાં મળશે. અદાણી બેંકવેટ સીટની એક ટીકીટ 10,000 રૂપિયામાં મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube