અમદાવાદમાં યોજાશે વર્લ્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ નેશનલ ચેમ્પિયનશિપ 2018
નેશનલ ચેમ્પિયનશિપ ફોર WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)નુ અમદાવાદમાં તા. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 6 થી 25 વર્ષની વયના 1,000થી વધુ ઈનોવેટર્સ એક ભવ્ય પ્લેટફોર્મ પર તેમની પ્રોબ્લેમ સોલ્વીંગસ્કીલ્સ રજૂ કરશે. ડો. આનંદ જેકબ વર્ગીસ,. ડીરેકટર અને સીઈઓ હિન્દુસ્તાન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સ, એમ કે શ્રીવાસ્તવ, જનરલ મેનેજર ( પ્રોજેકટ એન્જીન્યરીંગ સી એન્ડ આઈ) એનટીપીસી લિમિટેડ, તા. 15 સપ્ટેમ્બરના રોજ ચેમ્પિયન શિપનુ ઉદ્ઘાટન કરશે. આન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ ભારતનાં 12 શહેરોમાં યોજાય છે અને અને કેટલાક હજાર વિદ્યાર્થી તેમાં સામેલ થાય છે.
અમદાવાદ : નેશનલ ચેમ્પિયનશિપ ફોર WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)નુ અમદાવાદમાં તા. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 6 થી 25 વર્ષની વયના 1,000થી વધુ ઈનોવેટર્સ એક ભવ્ય પ્લેટફોર્મ પર તેમની પ્રોબ્લેમ સોલ્વીંગસ્કીલ્સ રજૂ કરશે. ડો. આનંદ જેકબ વર્ગીસ,. ડીરેકટર અને સીઈઓ હિન્દુસ્તાન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સ, એમ કે શ્રીવાસ્તવ, જનરલ મેનેજર ( પ્રોજેકટ એન્જીન્યરીંગ સી એન્ડ આઈ) એનટીપીસી લિમિટેડ, તા. 15 સપ્ટેમ્બરના રોજ ચેમ્પિયન શિપનુ ઉદ્ઘાટન કરશે. આન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ ભારતનાં 12 શહેરોમાં યોજાય છે અને અને કેટલાક હજાર વિદ્યાર્થી તેમાં સામેલ થાય છે.
આ સ્પર્ધા અંગે વાત કરતાં ઈન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશનના સ્થાપક-ડીરેકટર સુધાંશુ શર્માએ જણાવ્યું હતું કે "આસ્પર્ધાને ફૂટબોલ કેટેગરી, ઓપન કેટેગરી અને રેગ્યુલર કેટેગરી એમ 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ફૂટબોલ કેટેગરીના હિસ્સા તરીકે ટીમ સ્થળ ઉપર બે સ્વયંસંચાલિત રોબોટસનુ નિર્માણ કરશે. બે ટીમના રોબોટસ વચ્ચે સોકર સ્પર્ધા યોજાશે. અને તેમાં રોબોટસ વિદ્યાર્થીઓ દ્વારા કોડેડ સૂચનાઓ ડીઝાઈન અને મુજબ કામ કરશે.
ઓપન કેટેગરીમાં વિદ્યાર્થીઓ ફૂડ પરોડકશન, વિતરણ અને મેનેજમેન્ટને લગતા વાસ્તવિક દુનિયાને સ્પર્શતા સવાલોના ઉપાયો રજૂ કરશે. રેગ્યુલર કેટેગરીમાં વિદ્યાર્થીઓ ઓટોનોમસ રોબોટ પ્રોગ્રામ કરશે અને ચેલેન્જ અંગે સંખ્યાબંધ ફૂડ મેટર્સ થીમ ટાસ્કના ઉપયો જણાવશે, જે WRO ટીમ દ્વારા પ્રી-રિલીઝ કરવામાં આવ્યા છે. " વિજેતા ટીમ નવેમ્બર 16 થી 18 દરમ્યાન થાઈલેન્ડમાં યોજાનાર WROમાં ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે.
યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન 2017ના અહેવાલમાં જણાવ્યા મુજબ દુનિયાભરમાં 800 મિલિયનથી વધુ લોકો ભારે કુપોષણથી પિડાય છે. દુનિયાની વસતી જોખમી ઝડપે વધી રહી હોવાથી દર વર્ષે વધુને વધુ ફૂડની જરૂરિયાત પૂર્ણ કરવાની જરૂર પડશે. આમ છતાં અચરજ થાય તેવી બાબત એ છે કે દુનિયાના અનાજના એક તૃતીયાંશ ઉત્પાદન ખવાતુ નથી. વર્તમાન સેશનનો થીમ (WRO ઈન્ડીયા 2018) ફૂડ મેટર્સ છે. અને તે આપણે જે રીતે ખેતી કરીએ છીએ, વહેચણી અને વપરાશ કરીએ છીએ તેની પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ(WRO) ઈન્ડીયા એ 6 થી 25 વર્ષના વિદ્યાર્થીઓ માટેની ગ્લોબલ સ્ટેમ એન્ડ રોબોટીક્સ સ્પર્ધા છે. WROનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નાની વયે જાતે કરીને શિખવાના પ્રયાસ દવારા સર્જકતા, ડીઝાઈન અને વિશ્વની સમસ્યા નિવારણનુ સમસ્યા નિવારણનુ કૌશલ્ય વિકસાવવાનો છે. વર્ષ 2004માં સિંગાપુરમાં શરૂ કરાયેલ WROનુ હવે દુનિયાના 60 થી વધુ દેશોમાં આયોજન કરવામાં આવે છે.