નવી દિલ્હી : ટેબલ ટેનિસમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારી મોનિકા બત્રાને અંતિમ સમયે એર ઇન્ડિયા મેલબોર્ન લઇ જવાનો ઇન્કાર કરી દીધો છે. એર ઇન્ડિયાએ મોનિકા બત્રા જ નહી, તેની સાથે મેલબોર્ન જઇ રહેલ  6 અન્ય ખેલાડીઓને ફ્લાઇટનો પાસ આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ ઇન્કારના કારણે એકવાર ફરીથી ફ્લાઇટનું ઓવર બુકિંગ બન્યું છે. મોનિકા બત્રા સહિત 17 અનેય ખેલાડીઓને ટીટીટીએફ વર્લ્ડટુર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મેલબોર્ન જવાનું હતું. મેલબોર્ન જવા માટે મોનિકા બત્રા સહિત તમામ ખેલાડીઓએ પણ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-308માં પોતાની ટિકિટ બુક કરાવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે બપોરે મેલબોર્ન જવા માટે રવાના થવાનું હતું. 
સુત્રો અનુસાર આ ફ્લાઇટ દિલ્હીની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 12.15 વાગ્યે રવાના થાય છે. રવિવારે સવારે આશરે 9 વાગ્યે મોનિકા પોતાના તમામ સાથી ખેલાડીઓની સાથે એરપોર્ટ પહોંચ્યા હતા. આઇજીઆઇ એરપોર્ટ પર ચેક ઇન દરમિયાન કાઉન્ટરમાં હાજર એરલાઇન સ્ટાફે વાત સાંભળીને તમામ ખેલાડીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એલાઇન્સ સ્ટાફે જણાવ્યું કે, દિલ્હીથી મેલબોર્ન જનારી ફ્લાઇટ ઓવર બુક છે. માટે તેઓ 17માં માત્ર 10ને મેલબોર્ન લઇ જવાની પરવાનગી આપી શકે છે. એરલાઇન્સ સ્ટાફની વાત સાંભળીને તમામ ખેલાડીઓને સમજમાં નહોતું આવ્યું કે એર લાઇન્સ તેમની સાથે અંતિમ સમયે આવુ કઇ રીતે કરી શકે છે. 




આખરે 10 ખેલાડીઓ મેલબોર્ન જવા માટે થયા રવાના
મોનિાક બત્રા સહિત તમામ ખેલાડીઓએ એર ઇન્ડિયા સ્ટાફને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે તમામ મેલબોર્નમાં આયોજીત થઇ રહેલ ટીટીટીએફ વર્લ્ડ ટૂર ઓસ્ટ્રેલિયા ઓપન ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહ્યા છે. તેમની ફ્લાઇટ છુટવાથી તેમની ચેમ્પિયનશિપ છુટી શકે છે. જો કે સ્ટાફ પોતાની વાત પર અડેલો રહ્યો હતો. છેલ્લે એડજસ્ટ કરવાની વાત કરી. આખરે દસ ખેલાડીઓને જ આ ફ્લાઇટમાં મેલબોર્ન માટે રાના કરવામાં આવ્યા. મોનિકા બત્રા સહિત અન્ય ખેલાડીઓ આઇજીઆઇ એરપોર્ટ પર જ રહ્યા હતા. સુત્રો અનુસાર એર ઇન્ડિયા દ્વારા મોનિકા બત્રા સહિત સાત ખેલાડીઓને મેલબોર્ન જનારી ફ્લાઇટ દ્વારા મોકલવાનું આશ્વાસન આપ્યું છે.