નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે પાકિસ્તાન વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રમાનારા ડેવિસ કપ મુકાબલાને બે મહિના માટે સ્થગિત કરવાની માગ કરી છે. અખિલ ભારતીય ટેનિસ સંઘે આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત-પાકિસ્તાન ડેવિસ કપને 2 મહિના માટે સ્થગિત કરવાની વિનંતી કરી છે. મહત્વનું છે કે ડેવિસ કપ મુકાબલા 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં યોજાશે, પરંતુ પાકિસ્તાનની સાથે રાજકીય તણાવને કારણે ભારતના રમવા પર આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએનઆઈના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય ટેનિસ સંઘે આંતરરાષ્ટ્રીય ફેડરેશનને લખ્યું- ડેવિસ કપ હેઠળ ભારતીય ટીમે પાકિસ્તાન જવાનું હતું, પરંતુ હાલમાં સ્થિતિ સંભવન નથી. ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર યોજાય કે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવે. 


ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય ટેનિસ સંઘ (એઆઈટીએ)એ આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘ (આઈટીએફ)ને ટૂર્નામેન્ટ કોઈ તટસ્થ સ્થળે કરાવવાની માગ કરી હતી, જેનો પાકિસ્તાને ઇનકાર કરી દીધો હતો. પીટીએફ પ્રમુખ સલીમ સૈફુલ્લાહે કહ્યું હતું કે, મગાસંઘ આ મુકાબલાની યજમાની ઇસ્લામાબાદ ખેલ પરિસરમાં કરાવવાની તમામ તૈયારીઓ ચાલી રહી છે. સૈફુલ્લાહે કહ્યું હતું, 'અમે મુકાબલાની યજમાની 14-15 સપ્ટેમ્બરે કરવાના અમારા શરૂઆતી કાર્યક્રમ પર ટકેલા છીએ અને મને ભારતીય ટીમનું ઇસ્લામાબાદમાં અસુરક્ષિત અનુભવવાનું કોઈ કારણ જણાતું નથી.'

IND vs WI: કુલદીપ યાદવના નિશાન મોહમ્મદ શમીનો રેકોર્ડ, માત્ર 4 વિકેટ દૂર

ITFના જવાબ બાદ ભારતીય ટેનિસ સંઘ લેશે નિર્ણય
તેના પર એઆઈટીએ સચિવ હિરણ્યમય ચેટર્જીએ કહ્યું હતું, 'આઈટીએફ જમીન પરની સ્થિતિ સમજતું નથી જે પાંચ ઓગસ્ટની જાહેરાત બાદ ઉભી થઈ છે. આ સ્થિતિમાં અમારા દેશનો કોઈપણ ખેલાડી પાકિસ્તાન જઈને ન રમી શકે. અમે તેના જવાબની રાહ જોઈ રહ્યાં છીએ અને તે પ્રમાણે નિર્ણય કરીશું.'


બંન્ને દેશોને ડેવિસ કપ મુકાબલો રમવાનો છે પરંતુ ભારત સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બંન્ને દેશોની સ્થિતિ બદલી છે. જો મુકાબલો નક્કી કરેલા સમય અનુસાર યોજાયો હોત તો ભારતીય ટેનિસ ટીમે 55 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કરવો પડત. આ પહેલા ભારતીય ટેનિસ ટીમે 1964મા પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી હતી. તે સમયે ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો.