ચેન્નઈઃ દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણે ટીમના સાથી ખેલાડી યશસ્વી જાયસવાલ પર ભડકી ઉઠ્યો અને તેને મેદાનમાંથી બહાર મોકલી દીધો હતો. આ ઘટના સાઉથ ઝોન વિરુદ્ધ ફાઇનલ મેચની છે જ્યારે 20 વર્ષીય યશસ્વી રવિ તેજા સાથે ટક્કર કરતો જોવા મળ્યો હતો. યશસ્વી વારંવાર તેને સ્લેજ કરી રહ્યો હતો. ત્યારબાદ રવિએ તેની ફરિયાદ અમ્પાયરને કરી દીધી. ત્યારબાદ વેસ્ટ ઝોનના કેપ્ટન રહાણેએ યશસ્વીને સમજાવ્યો પરંતુ ત્યારબાદ પણ યશસ્વી માન્યો નહીં ત્યાર બાદ રહાણેએ જે કર્યું તે ચોંકાવનારૂ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહાણેએ લાઇવ મેચમાં યશસ્વીને મેદાન બહાર મોકલી દીધો. કેપ્ટને તેના બદલે કોઈ અન્ય બીજા ફીલ્ડરને બોલાવ્યો નહીં અને 10 ખેલાડી સાથે મેચ આ આગળ વધારી. પરંતુ સાત ઓવર બાદ યશસ્વીને ફરી મેદાન પર પરત બોલાવી લેવામાં આવ્યો હતો. 


નોંધનીય છે કે દુલીપ ટ્રોફીની આ ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનની ટીમે સાઉથ ઝોનને 294 રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. વેસ્ટ ઝોને સાઉથની સામે 529 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો પરંતુ ટીમ માત્ર 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube