નવી દિલ્હીઃ Pink Ball Day-Night Test: ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ (Ajinkya Rahane) ખુદને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનો પ્લાન બનાવ્યો છે. રહાણેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે, જેના પર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને (Shikhar Dhawan) તેની મસ્તી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, અંજ્કિય રહાણેએ પિંક બોલની સાથે એક ફોટો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે તેને ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ પહેલા પિંક બોલના સપના આપી રહ્યાં છે. તેના પર વિરાટ અને શિખરે કોમેન્ટ કરી છે. મહત્વનું છે કે ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે કોલકત્તાના ઈડન ગાર્ડન પર 22 નવેમ્બરથી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહ્યો છે, જે ગુલાબી બોલથી રમાશે. 


ભારત અને બાંગ્લાદેશની ટીમ પ્રથમવાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. આ મુકાબલા માટે ભારત અને બાંગ્લાદેશની ટીમે પિંક બોલથી ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ખુબ પ્રેક્ટિસ કરી છે. આ ઐતિહાસિક મેચને લઈને તમામ ખેલાડી ઉત્સાહિત છે, પરંતુ રહાણેએ જે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, તેનાથી લાગી રહ્યું છે કે તેણે ખુદ ટ્રોલ કરવાનું મન બનાવી લીધું છે. 


INDvsWI: 21 નવેમ્બરે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતનું સ્થાન લેશે આ સ્ટાર બેટ્સમેન

ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે વિરાટ કોહલી અને અંજ્કિય રહાણે કોલકત્તામાં મંગળવારે સવારે પહોંચી ગયા હતા, જ્યારે બાકી ટીમ અન્ય ફ્લાઇટથી કોલકત્તા પહોંચવાની છે. શુક્રવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ બપોરે 1 કલાકથી રમવા ઉતરશે, જે ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube