ડોમિનિકાઃ Ajinkya Rahane Press Conference: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 12 જુલાઈથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ પ્રવાસની શરૂઆત બે ટેસ્ટ મેચની સિરીઝ સાથે થશે. ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં 12-16 જુલાઈ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે. ડોમિનિકા ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં નવા ચહેરા જોવા મળી શકે છે, આ વાતનો ઇશારો મેચના એક દિવસ પહેલા વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પત્રકાર પરિષદમાં કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ લેશે ચેતેશ્વર પુજારા-શમીની જગ્યા?
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પુજારાને જગ્યા મળી નથી. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તેવામાં અજિંક્ય રહાણેએ કહ્યું કે, આ બીજા માટે તકનો લાભ લેવાની શાનદાર તક છે. તેમણે કહ્યું- પુજારાની જગ્યાએ રમનાર ખેલાડી પાસે સારી તક છે. મને નથી ખબર કે ત્રીજા નંબર પર કોણ ઉતરશે, પરંતુ જે પણ રમશે, તે સારૂ પ્રદર્શન કરશે. આ રીતે શમીની જગ્યાએ રમનાર ફાસ્ટ બોલર પાસે પણ સારી તક છે. 


આ પણ વાંચોઃ ઈશાન અને મુકેશનું ડેબ્યૂ? ગિલ નહીં કરે ઓપનિંગ! પ્રથમ ટેસ્ટમાં આવી હોઈ શકે છે 11


પુજારાની જગ્યાએ રમી શકે છે આ ખેલાડી
ટીમ ઈન્ડિયામાં નંબર-3 પર પુજારા રમતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. એટલે ટીમ મેનેજમેન્ટે તેને બહાર કરી દીધો છે. આગામી ટેસ્ટ સિરીઝમાં યુવા બેટર યશસ્વી જાયસવાલ પુજારાની જગ્યા લેવા માટે પ્રબળ દાવેદાર છે. યશસ્વીની પ્રશંસા કરતા રહાણેએ કહ્યું- હું તેના માટે ખુબ ખુશ છું. તે પ્રતિભાશાળી છે અને મુંબઈ માટે ડોમેસ્ટિક સીઝન સિવાય આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દુલીપ ટ્રોફીમાં પાછલા વર્ષે પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. 


આ ખેલાડી લઈ શકે છે શમીની જગ્યા
મોહમ્મદ શમીની જગ્યાએ ટીમ ઈન્ડિયાની પ્લેઇંલ ઇલેવનમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને તક મળી શકે છે. ઉનડકટે કેટલાક વર્ષોમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે તેની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. ઉનડકટને છેલ્લા બાંગ્લાદેશના પ્રવાસ પર 12 વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube