દુબઈઃ ભારતીય ટેસ્ટ ટીમના કાર્યવાહક કેપ્ટન અંજ્કિંય રહાણેનું કહેવું છે કે અફઘાનિસ્તાનના પ્રથમ અને ઐતિહાસિક ટેસ્ટમાં તેની વિરુદ્ધ રમવું તેના માટે સન્માનની વાત છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગલુરૂમાં 14 જૂનથી એકમાત્ર ટેસ્ટ રમશે. આઈસીસી દ્વારા જારી નિવેદનમાં રહાણેએ કર્યું, અફઘાનિસ્તાનના પ્રથમ ટેસ્ટ મેચમાં રમવું સન્માનની વાત છે. આ તેના માટે ઐતિહાસિક ક્ષણ છે અને આ અવરસનો ભાગ બનવું અમારા માટે સન્માનની વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહાણેએ કહ્યું, અફઘાનિસ્તાન પાસે એક સારી ટીમ છે અને કેટલાક પ્રતિભાશાળી ખેલાડી છે, જેણે નાના ફોર્મેટમાં તેને સાબિત કર્યાં છે. મને આશા છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં આમ કરવાની આશા રાખી રહ્યાં છે. ભારતીય ટીમ તરફથી હું તેમને શુભકામના આપું છું. 


ટેસ્ટ રેકિંગમાં પ્રથમ સ્થાને રહેલી ભારતીય ટીમ આ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી વિના મેદાને ઉતરશે પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ચેતેશ્વર પૂજારા (છઠ્ઠુ સ્થાન), રહાણે (18મું સ્થાન) અને રાહુલ (19મું સ્થાન) જેવા બેટ્સમેન પોતાની સ્થિતિ મજબૂત કરવા ઈચ્છશે. બોલિંગમાં જાડેજા અને અશ્વિન પોતાનું રેન્કિંગ સુધારવા મેદાને ઉતરશે. 


અફઘાનિસ્તાન નાના ફોર્મેટમાં સફળ રહ્યું છે હવે ટેસ્ટ મેચમાં તેને સાબિત કરવા ઉતરસે. આયર્લેન્ડ બાદ ટેસ્ટ મેચ રમનાર અફઘાનિસ્તાન 12મો દેશ બનશે. આયર્લેન્ડે ગત મહિને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. 


ભારતના કાર્યવાહક કેપ્ટન અંજ્કિય રહાણેએ પહેલા કહ્યું હતું કે, રાશિદ ખાન ખરેખર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિશેષ કરીને ટી-20માં. તેણે હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કર્યું. તે શાનદાર બોલર છે અને કોઇએ પણ તેનો સ્વીકાર કરીને તેનું સન્માન કરવું જોઈએ. અફઘાનિસ્તાનને હળવાશમાં લઈ શકાય નહીં. 


અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર સ્ટાનિકજઈએ કહ્યું, અમારા માટે આ એક મહાન ક્ષણ છે કારણ કે અમે અમારી ટેસ્ટ યાત્રાની શરૂઆક કરી રહ્યાં છીએ. ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમવી સન્માનની વાત છે. અમને આશા છે કે, અમે ભારતને પડકાર આપશું.