અંજ્કિય રહાણેએ શેર કરી પુત્રીની પ્રથમ તસવીર, સચિને આપી શુભેચ્છા
ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ સોમવારે પોતાની નાની પુત્રી સાથે પ્રથમ તસવીર શેર કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અંજ્કિય રહાણેના ઘરે હાલમાં પુત્રીનો જન્મ થયો છે. તેણે સોમવારે સોશિયલ મીડિયા પર પોતાની પુત્રી અને પત્નીની એક તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે રહાણેએ કેપ્શન આપ્યું છે, 'હેલ્લો'. રહાણેએ ટ્વીટર પર પોતાના પરિવારનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં રહાણે અને તેની પત્ની રાધિકા પોતાની નાની પુત્રીની સાથે હસી રહ્યાં છે.
જ્યારે રહાણે અને તેની પત્ની રાધિકા ધોપવકરના ઘરે પુત્રીનો જન્મ થયો ત્યારે રહાણે આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકા વિરુદ્ધ 203 રનથી જીત મેળવી હતી.
મુંબઈના આ સ્ટાઇલિશ બેટ્સમેને પોતાની બાળપણની દોસ્ત રાધિકાની સાથે 2014મા લગ્ન કર્યાં હતા.
ICC World Test Championship: પોઈન્ટ ટેબલમાં ભારત મજબૂત, જુઓ અન્ય ટીમોની સ્થિતિ