અફઘાનિસ્તાન ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડને લઈને પસંદગીકારો સાથે વાત કરીશઃ રહાણે
સીમિત ઓવરોના ફોર્મેટમાં ટીમમાં સ્થાન પાક્કુ ન હોવાને કારણે ભારતના કાર્યવાહક ટેસ્ટ કેપ્ટન અંજ્કિય રહાણેએ કહ્યું કે, તે ઈંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ શ્રેણીમાં પોતાની તૈયારીઓના સંદર્ભમાં સ્પષ્ટ તસ્વીર જાણવા માટે રાષ્ટ્રીય પસંદગીકારો સાથે વાત કરશે.
બેંગલુરૂઃ સીમિત ઓવરોના ફોર્મેટમાં ટીમમાં સ્થાન પાક્કુ ન હોવાને કારણે ભારતના કાર્યવાહક ટેસ્ટ કેપ્ટન અંજ્કિય રહાણેએ કહ્યું કે, તે ઈંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ શ્રેણીમાં પોતાની તૈયારીઓના સંદર્ભમાં સ્પષ્ટ તસ્વીર જાણવા માટે રાષ્ટ્રીય પસંદગીકારો સાથે વાત કરશે. અફઘાનિસ્તાન સામે કાલે (14 જૂન)થી શરૂ થનારા એકમાત્ર ટેસ્ટ મેચ બાદ રહાણેને હાલ દોઢ મહિના સુધી રમવાનો મોકો નહીં મળે કારણ કે, તેને સીમિત ઓવરમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે પરંતુ આ પહેલા 3 જુલાઈથી ત્રણ ટી-20 અને ત્રણ મેચોની વનડે શ્રેણી રમાશે.
અંજ્કિય રહાણેને પૂછવામાં આવ્યું કે, તે દોઢ મહિનો શું કરશે, તેણે કહ્યું, જુઓ હું નથી જાણતો કે આ ટેસ્ટ મેચ બાદ શું થવાનું છે. પરંતુ હા, હું પસંદગીકારો સાથે વાત કરીશ. તેવી ચર્ચા છે કે તે ભારત-એ તરફતી કેટલિક મેચ રમી શકે છે પરંતુ તેને લઈને હજુ સુદી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રહાણેએ કહ્યું, પરંતુ હું મુંબઈમાં મારી પોતાની તૈયારીઓ શરૂ કરી દઈશ જેમ હું હંમેશા બાંદ્રા કુર્લા કોમ્પલેક્ક્ષમાં કરતો રહ્યો છું. પ્રત્યેક શ્રેણી પહેલા હું સારી તૈયારી કરું છું પરંતુ અત્યારે મારૂ ધ્યાન આ ટેસ્ટ મેચ પર છે. દરેક ટેસ્ટ મેચનું મહત્વ હોઈ છે અમે અમારે આ મેચ જીતવી પડશે.
અફઘાનિસ્તાનનો ભલે પ્રથમ ટેસ્ટ મેચ હોઈ, પરંતુ રહાણેએ કોઇપણ ટેસ્ટ ટીમની વિરુદ્ધ ક્રૂરતા દેખાડવા પર ભાર આપ્યો પછી ભલે તે ટીમનો પર્દાપણ મેચ ભલે ન હોઈ. તેની પાસે સારા બોલર છે.
રહાણેએ કહ્યું, એક ટીમ તરીકે અમે કંઇપણ નક્કી માનીને ન ચાલી શકીએ કારણ કે, ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. અમારે મેદાન પર ક્રૂરતા દેખાડવી પડશે. એક પ્રતિસ્પર્ધી તરીકે અમે તેનું સન્માન કરીએ છીએ પરંતુ અમારા માટે તે મહત્વપૂર્ણ છે કે અમે મેદાન પર ઉતરીને 100 ટકાથી વધુ યોગદાન આપીએ. અમારે ક્રૂર થવાની જરૂર છે.