લોકસભા ચૂંટણીને લઈને ક્રિકેટર ચોપડાની `આકાશ`વાણી, જાણો તેનું અનુમાન
ક્રિકેટર આકાશ ચોપડાએ પણ લોકસભા ચૂંટણીને લઈને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ચોપડાએ પોતાના એક ફોલોઅરના સવાલના જવાબમાં આ ટ્વીટ કર્યું હતું.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને લઈને વિભિન્ન ન્યૂઝ ચેનલો અને સર્વે એજન્સીઓ તરફથી એક્ઝિટ પોલ્સ (Exit poll 2019) પ્રમાણે ભાજપની આગેવાનીમાં એનડીએ પ્રચંડ બહુમતની સાથે સત્તામાં વાપસી કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે. મોટા ભાગના સર્વેમાં એનડીએને 300થી વધુ સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ લોકસભા ચૂંટણીને લઈને પોતાનું અનુમાન જાહેર કર્યું છે. ચોપડાએ પોતાના એક ફોલોઅરના સવાલના જવાબમાં ટ્વીટ કર્યું છે.
શું કહે છે ચોપડાની 'આકાશવાણી'
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'ભારત સૌથી મોટી પાર્ટી હશે પરંતુ બહુમત નહીં મળે. એનડીએ સત્તામાં ફરી આવશે.' હકીકતમાં ચોપડાએ એક યૂઝર પંકજ ઠાકુરે સવાલ કરતા કહ્યું હતું, 'આ ચૂંટણીમાં કઈ પાર્ટી જીતી રહી છે તેના પર આકાશવાણી થવી જોઈએ.' આ સવાલના જવાબમાં તેણે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું. ચોપડાએ આ ટ્વીટ 16મેએ કર્યું હતું. પરંતુ અંતિમ તબક્કાનું મતદાન 19 મેએ પૂરુ થયું હતું.
ઘણા યૂઝરોએ ચોપડાને કર્યો ટ્રોલ
ચોપડાની આ આકાશવાણી ઘણા યૂઝરોને પસંદ ન આવી. ઘણાએ તેનો બચાવ કર્યો. એક યૂઝર પ્રશાંત સિન્હાએ લખ્યું, ભાઈ તમે તમારૂ જ્ઞાન ક્રિકેટ પર આપો.
તેના પર એક અન્ય યૂઝર અર્જુન રાવતે ચોપડાના ટ્વીટનો બચાવ કરતા લખ્યું, 'તે દેશનો નાગરિક છે.' જો કોઈ તેને સવાલ પૂછે છે તો જવાબ આપવામાં શું વાંધો છે. કારણ કે તે તમારા મનનો જવાબ આપી રહ્યો નથી, તેથી તમે તેને કંઇ ન કરી શકો.