મુંબઈઃ સમાચાર ચેનલ અલ-જજીરા દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માર્ચ-2017માં રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગની વાત સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેની તપાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને સંપૂર્ણ સહયોગ કરવાનું વચન આપ્યું છે. બીસીસીઆઈએ રવિવાર (27 મે)એ એક નિવેદન જારી કરીને આ વાતની જાણકારી આપી. બીસીસીઆઈએ નિવેદનમાં કર્યું, રમતની છબીને કોઈપણ પ્રકારે બગાડવાની અને રમતની અખંડતાને ખરાબ કરવા પ્રત્યે બીસીસીઆઈની ઝીરો ટોલરેન્સ પોલિસી છે. બીસીસીઆઈ આઈસીસીની ભ્રષ્ટાચાર વિરોધી શાખાની સાથે આ મામલામાં મળીને કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર ચેનલ અલ જજીરાની ડોક્યૂમેન્ટ્રીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં માર્ચ-2017માં રમાયેલી ટેસ્ટ મેચ પર સવાલ ઉઠ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું કે, એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એક નક્કી કરેલા સમય સુધી ધીમી બેટિંગ કરીને મેચ ફિક્સિંગ કરી હતી, જેને ભારતમાં કાયદાકિય ગુનો માનવામાં આવે છે. ડોક્યૂમેન્ટ્રીમાં ભારતમાં રહેનાર અનીલ મુવ્વર બે બેટ્સમેનોના નામ લઈ રહ્યો છે. બંન્ને ખેલાડીઓના નામ ડોક્યૂમેન્ટ્રીમાંથી કટ કરવામાં આવ્યા છે. ચેનલે કહ્યું કે, જે બે ખેલાડીઓના નામ આમાં આવ્યા છે, તેણે જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો છે. 


અલ જજીરા સ્ટિંગઃ ICCએ કહ્યું, સ્પૉટ ફિક્સિંગ તપાસમાં મદદ કરતી નથી ચેનલ


અલ જજીરાએ કહ્યું કે, મુનવ્વરે તે ટેસ્ટમાં જે ગતીથી રન બનાવવાની વાત કરી હતી તે યોગ્ય સાબિત થઈ છે. ચેનલ પ્રમાણે બેટ્સમેનને ધીમી ગતીથી રન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલમાં રમાયેલી ટેસ્ટ મેચ પર પણ સવાલ ઉઠાવ્યા છે. ડોક્યૂમેન્ટ્રીમાં ગોલના પિચ ક્યૂરેટરે પિચ સાથે છેડછાડની વાતનો સ્વીકાર કરતા દેખાડ્યું છે. 


બીજા સ્ટિંગ ઓપરેશનમાં આરોપ લગાવવામાં આવ્યો કે, ટેસ્ટ રમનાર મોટા દેશો ભારત અને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ મેચ ફિક્સિંગ કરનારા પ્રભાવિત મેચોની યાદીમાં સામેલ હોઈ શકે છે, પરંતુ બંન્ને દેશોના ક્રિકેટ બોર્ડે કોઈ કાર્યવાહી કરતા પહેલા આઈસીસીની હાલની તપાસ પૂર્ણ થવા સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટિંગ અલ જજીરા ચેનલે કર્યું છે અને જે મેચો પર સવાલ કર્યો છે, તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં 26 થી 29 જુલાઈ 2017ની ટેસ્ટ મેચ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં 16 થી 20 માર્ચ 2017 સુધીની મેચ અને ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં 16 થી 20 ડિસેમ્બર સુધી રમાયેલી ટેસ્ટ સામેલ છે. 


ગાલે અને ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી, જ્યારે રાંચીની મેચ ડ્રો રહી હતી. આરોપ છે કે, ફિક્સિંગ કરનારના કહેવા પર પિચ (ભારત-શ્રીલંકા)માં ફેરફારની આશંકા છે. અન્ય બે મેચોમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવાનો આરોપ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ભારતીય ખેલાડીનું નામ સામે આવ્યું નથી.