ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારતને અત્યાર સુધીમાં માત્ર એક જ મેડલ મળ્યો છે. પણ અમુક દેશોના એથ્લીટો ઓ રમતમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. એથ્લીટો સતત નવા ઈતિહાસ રચી રહ્યા છે. દરેક દેશના ખેલાડી એક એવા જુસ્સા સાથે જ મેદાનમાં ઉતરતા હોય છે કે મારે મેડલ જીતવાનો છે. અને તે જ આશા સાથે અલ રશીદી સાથે મેદાનમાં ઉતર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ રશીદી યુવાન એથ્લીટ માટે બન્યો એક મિસાલ
જે વયે લોકો નિવૃત્ત થઈને આગામી સમયની પ્લાનિંગ કરતા હોય છે. તે સમયમાં કુવૈતના અબ્દુલ્લાહ અલ રશીદીએ ટોક્યો ઓલિમ્પિકમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. મેડલ જીતીને અલ રશીદીએ સાબિત કરી બતાવ્યું કે ઉંમર તે માત્ર એક નંબર જ છે. સાત બારના મેન્સની સ્કીટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અલ રશીદીએ 2024માં થનારા પેરિસ ઓલિમ્પિકમાં પણ મેડલ જીતવાનો દાવો કરે છે. 2024માં અલ રશીદીનું વય 60ની પાર પહોંચી ગઈ હશે.



58 વર્ષની વયે રચ્યો કીર્તિમાન
અલ રશીદીએ કહ્યું કે મે 58 વર્ષની વયે મને મળેલ બ્રોન્ઝ મેડલ મારા માટે ગોલ્ડથી કમ નથી. હું મેડલ મળવાથી ખુશ છું પણ મને આશા છે કે આગામી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીશ. મારા નસીબ ખરાબ છે કે હું ગોલ્ડ મેડલ ના જીતી શક્યો. પણ મને બ્રોન્ઝ મેડલ થી ખુશ છું. આગામી ઓલિમ્પિકમાં હું જરૂરથી ગોલ્ડ મેડલ જીતીશ . ત્યારે મારી વય 61 વર્ષની હશે.


આ પણ વાંચોઃ મોમિજી નિશિયા: 13 વર્ષ 330 દિવસ, આટલી ઉંમરમાં આ જાપાની છોકરીએ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો  


અલ રશીદી 2024 પેરિસ ઓલિમ્પિકમાં લેશે ભાગ
અલ રશીદીએ 1996માં પહેલીવાર એટલાન્ટા ઓલિમ્પિક માં ભાગ લીધો હતો. તમને રિયો ઓલિમ્પિક 2016 માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સમયે તેઓ એક સ્વતંત્ર માં એથ્લીટ તરીકે મેદાનમાં ઉતર્યા હતા. તે સમયે કુવૈત પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એ બેન લગાવ્યો હતો. 2016 ઓલિમ્પિકમાં અલ રશીદી આર્સેનલ ફૂટબોલ ક્લબ ની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં રમવા માટે છે આતુર  કુવૈત માટે ઓલિમ્પિકમાં મેડલ અપાવીને અલ રશીદી એ જણાવ્યું કે રિયોમાં મેડલ જીતવાથી હું ખુશ હતો. પણ મને કુવૈતનો ધ્વજ ન હોવાનું મને દુ:ખ છે. અત્યારે હું ખુશ છું  કેમ કે મારા દેશનો ઝંડો છે.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube