IND vs ENG: ડ્રગ્સને કારણે ખતમ થઈ ગયું હતું આ ખેલાડીનું કરિયર, આજે બન્યો ભારતનો મોટો દુશ્મન
T20 World Cup 2022: ટી20 વિશ્વકપ 2022ની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હારનું કારણ એક એવો ખેલાડી બન્યો જેને ડ્રગ્સને કારણે બહાર કરવામાં આવ્યો હતો. આ ખેલાડી આજે ઈંગ્લેન્ડ માટે મેચ વિનય સાબિત થયો છે.
નવી દિલ્હીઃ IND vs ENG T20 World Cup 2022: ટીમ ઈન્ડિયા સેમીફાઇનલ મેચમાં હારીને ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) માંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર પાછળનું સૌથી મોટુ કારણ એક એવો ખેલાડી બન્યો જે ડ્રગ્સને કારણે લગભગ સાડા ત્રણ વર્ષ ટીમની બહાર રહ્યો હતો.
ડ્રગ્સને કારણે ટીમમાંથી થયો બહાર
ઈંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સે આ મેચમાં ટીમ ઈન્ડિયાની હારની કહાની લખી. એલેક્સ હેલ્સે આ મેચમાં 47 બોલમાં અણનમ 86 રનની ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેણે બેટથી ચાર ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. એલેક્સ હેલ્સ તે ખેલાડી છે, જેને વનડે વિશ્વકપ 2019 પહેલા ડ્રગ્સ લેવાને કારણે બહાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાકિસ્તાની પ્રધાનમંત્રી શરીફે ભારતની હાર પર મીઠું ભભરાવ્યું, ટ્વીટ કરીને કહ્યું કે
અત્યાર સુધી કરિયરમાં બે વખત લાગ્યો
એલેક્સ હેલ્સે વર્ષ 2019માં રૂટીન હેયર ફોલિક ટેસ્ટ લીધો હતો, જેમાં જાણવા મળ્યું કે તેણે રિક્રિએશનલ ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ તેના કરિયરમાં બીજીવાર હતું, જ્યારે તે પ્રતિબંધિત ડ્રગ્સના સેવનમાં ફસાયો હતો. તેના કારણે તેના પર 21 દિવસનો પ્રતિબંધ લાગ્યો હતો. તો એલેક્સ હેલ્સે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનના પ્રવાસે વાપસી કરી હતી.
જોની બેયરસ્ટો ઈજાગ્રસ્ત થતાં મળી તક
ટી20 વિશ્વકપ 2022 પહેલા જોની બેયરસ્ટો ઈજાગ્રસ્ત થયા બાદ એલેક્સ હેલ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. લીડ્સમાં ગોલ્ફ રમવા દરમિયાન જોની બેયરસ્ટોને ઈજા થઈ હતી. જોની બેયરસ્ટો ત્રણ મહિનાથી ટીમમાંથી બહાર છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube