બર્મિંઘમઃ સાઇના નેહવાલ ફરી એકવાર ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવાથી ચુકી ગઈ છે. તેને શુક્રવાર (8 માર્ચ)ના ક્વાર્ટર ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આઠમી ક્રમાંકિત સાઇનાની હારની સાથે ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સમાં ભારતનો પડકાર પણ સમાપ્ત થઈ ગયો છે. પીવી સિંધુ પ્રથમ મેચમાં જ હારીને બહાર થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય શટરલ સાઇનાની ક્વાર્ટર ફાઇનલમાં ટક્કર તાઇવાનની તાઈ ઝૂ યિંગ સામે થઈ હતી. તાઇવાન ખેલાડીનો સાઇનાની સાથે પહેલાથી જ સારો રેકોર્ડ હતો. તેણે આ મેચમાં પણ પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો હછે. તાઈ ઝુ યિંગે સાઇનાને 21-15, 21-19થી હરાવી છે. તેણે આ મેચ 37 મિનિટમાં જીતી લીધી હતી. સાઇના ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 11મી વખત રમી રહી હતી. તે માત્ર એકવાર ફાઇનલમાં પહોંચી હતી. 


Video: મહિલા દિવસ પર પોતાના માતા અને પત્ની માટે કુક બન્યો સચિન તેંડુલકર 

વર્લ્ડ નંબર-1 તાઈ ઝુ યિંગે આ સાથે સાઇના વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ 15-5નો કરી લીધો છે. 2015માં અહીં રનર્સઅપ રહી ચુકેલી સાઇનાએ ડેનમાર્કની ક્લાઇર્સફેલ્ડને 8-21, 21-16, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલ્મરને 21-17, 21-18થી પરાજય આપ્યો હતો.