નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની 14મી મેચમાં રવિવારે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર એકબીજા સામે ટકરાશે ત્યારે બધાની નજર એમેસ ધોની પર હશે. ટીવી ચેનલોના કેમેરા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનાના ગ્લવ્સ પર ફોકસ કરશે. બલિદાન બેજ વાળા વિકેટકીપિંગ ગ્લવ્સ પર ઉભા થયેલા વિવાદ બાદ એમએસ ધોની આજે મેદાનમાં પગ મુકશે. આમ તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધોનીનું હાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે તેને જાળવી રાખવા માગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધોનીએ કહ્યું છે શાનદાર પ્રદર્શન
એમએસ ધોનીએ 2018થી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 92ની એવરેજથી રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલર છેલ્લી 6 ઈનિંગમાં માત્ર ત્રણ વખત ધોનીને આઉટ કરી શક્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વનડે સિરીઝમાં ધોની મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો. તેણે આ દરમિયાન સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન ધોનીએ 51, 55 અને 87 રન બનાવ્યા હતા. વિકેટની પાછળ પણ ધોની મહત્વની ભૂમિકા ભજવે છે. 


કુલદીપ અને ચહલના પ્રદર્શન પર પણ પડે છે ધોનીની અસર
જો વર્ષ 2016 બાદ વનડે ક્રિકેટમાં ભારતના સફળતાને જુઓ તો તેમાં કુલદીપ અને ચહલની સ્પિન જોડીની મહત્વની ભૂમિકા રહી છે. ચહલ અને કુલદીપની સફળતાનો શ્રેય ધોનીને પણ જાય છે. ધોની જો ટીમમાં ન હોય તો તેની અસર ચહલ અને કુલદીપ પર પણ પડે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલી મેચમાં ચહલે 10 ઓવરમાં 80 રન અને કુલદીપે 10 ઓવરમાં 64 રન આપ્યા હતા. આ મેચમાં ધોની બહાર હતો. 


વિશ્વ કપ 2019: ભારતની સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર- જાણો કોનામાં કેટલો દમ!

વિવાદ બાદ ધોની કરે છે વાપસી
આફ્રિકા વિરુદ્ધ વિશ્વ કપ મેચના પ્રથમ મુકાબલામાં એક વાર ફરી યુજવેન્દ્ર
ચહલ અને કુલદીપ યાદવ અને વિકેટ પાછળ ધોનીની ત્રિપુટીએ કમાલ કર્યો હતો. આ મેચમાં ચહલે ચાર અને કુલદીપે એક વિકેટ ઝડપી હતી. ધોનીએ આફ્રિકા સામે ઉપયોગી 34 રન પણ બનાવ્યા હતા. તે મેચની સ્થિતિ પ્રમાણે મેચ પર કંટ્રોલ કરવામાં માહેર છે.