CWG 2022 : કોમનવેલ્થમાં આ 5 ગેમ્સ પર રહેશે સૌની નજર, મેડલનું દાવેદાર છે ભારત
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2010માં ભારતના એથ્લીટોનો રહ્યો હતો દબદબો. 2010માં ભારતને 101 મેડલ મળ્યા હતા. આ વખતે પણ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 100થી વધુ મેડલ જીતી શકે છે..અને આ ગેમ્સમાં ભારતને છે મેડલની વધુ આશા
બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત આ વખતે 100 મેડલનો આંકડો પાર કરી શકે છે. 2010 દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા હતા. તો જ્યારે ભારતે ગ્લાસગો 2014માં 64 મેડલ જીત્યા છે. 2018માં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 215 એથ્લીટ લેશે ભાગ. આ વખતે પાછલા સિઝન કરતા વધારે મેડલ ભારત જીતી શકે છે. 28 જુલાઈથી શરૂ થશે કોમનવેલ્થ ગેમ્સ.
બેડમિન્ટન
બેડમિન્ટનમાં ભારત પાસે ઓછામાં ઓછા ગોલ્ડ મેડલની આશા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે. સિંગાપોર ઓપન 2022માં પીવી સિંધુનો રહ્યો હતો દબદબો. પીવી સિંધુ સિવાય લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત, સાત્વિક રેંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી પર પણ રહેશે નજર. આ તમામ એથ્લીટ જીતી શકે છે મેડલ
આ પણ વાંચોઃ CWG 2022માં છુપા રુસ્તમ સાબિત થઈ શકે છે આ ખેલાડીઓ, મેડલ મળવાની છે પુરી આશા
બોક્સિંગ
બોક્સિંગમાં નિખત ઝરીન ભારત માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે. નિખત ઝરીન કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા વર્ગમાં ભાગ લેશે. આ વખતે નિખત ઝરીનની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલિસ્ટ અમિત પંઘાલ, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ લોવલિના બોર્ગોહેન, એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા સંજીત કુમાર ભારત માટે ગોલ્ડ મેડલની સંભાવના છે. જ્યારે શિવ થાપા અને મોહમ્મદ હુસામુદ્દીન પણ અપાવી શકે છે મેડલ.
ટેબલ ટેનિસ
ટેબલ ટેનિસમાં ભારતે 2018માં રચ્યો હતો ઈતિહાસ. મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ. ભારત પાસે ફરી એકવાર પુરૂષ અને મહિલા બંને ટીમમાં ગોલ્ડ જીતવાની શ્રેષ્ઠ તક છે. મહિલા સિંગલ્સમાં મનિકા બત્રા અને પુરૂષ સિંગલ્સમાં સાથિયાન ગણશેકરન કે શરથ કમલ પણ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતી શકે છે.
આ પણ વાંચોઃ CWG 2022: 4 દિવસમાં 12 હિંદુસ્તાની મળીને લખશે નવી કહાની, વેઈટલિફ્ટિંગમાં વરસશે સોનાનો વરસાદ
વેઈટલિફ્ટિંગ:
વેઈટલિફ્ટિંગમાં ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂ જીતી શકે છે ગોલ્ડ મેડલ.વિશ્વ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ વિજેતા બિંદ્યારાની દેવી અને વિશ્વ ચેમ્પિયનશીપમાં 9મું સ્થાન મેળવનાર ગુરુરાજા પૂજારી પણ અપાવી શકે છે ગોલ્ડ મેડલ
કુસ્તી
કુસ્તીમાં ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતા રવિ કુમાર દહિયા અને બજરંગ પુનિયા પર આ વખતે તમામ ભારતીય ફેન્સની રહેશે નજર. રવિ કુમાર દહિયા અને બજરંગ પુનિયા ભારતને અપાવી શકે છે ગોલ્ડ મેડલ. દીપક પુનિયા, વિનેશ ફોગાટ તથા ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક પણ અપાવી શકે છે મેડલ. તો જ્યારે 2021 એશિયન ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કાકરાન પાસે પણ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube