ઓવલ: ઓસ્ટ્રેલિયાના મધ્યમ ક્રમના બેટ્સમેન માર્નસ લાબુશેને પોતાની નાની ટેસ્ટ કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એડિલેડ ઓવલમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ડે-નાઈટ એશિઝ ટેસ્ટના બીજા દિવસે લાબુશેને પોતાની કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી. તેની સાથે જ લાબુશેને ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ત્રણ સદી બનાવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી એશિઝ ટેસ્ટ સદી પૂરી કરી
પહેલા દિવસે જોશ બટલરના હાથે 21 અને 95 રન પર જીવતદાન મેળવનારા લાબુશેને બીજા દિવસે 95 રનના સ્કોરથી પોતાની ઈનિંગ્સની શરૂઆત કરી અને 94મી ઓવરમાં ત્રણ આંકડે પહોંચી ગયો. લાબુશેને જેમ્સ એન્ડરસનના બોલ પર થર્ડમેન પર ચોગ્ગો મારીને પોતાની પહેલી એશિઝ ટેસ્ટ પૂરી કરી.


ટેસ્ટ કારકિર્દીમાં 2000 રન પૂરા કર્યા
27 વર્ષીય માર્નસ લાબુશેને પહેલા દિવસે 41 રન બનાવતાની સાથે જ પોતાના 2000 રન પૂરા કર્યા છે. લાબુશેન ટેસ્ટ ક્રિકેટમાં ઈનિંગ્સની દ્રષ્ટિએ સૌથી ઝડપી 2000 રન બનાવનારો પાંચમો ક્રિકેટર છે. લાબુશેને પોતાની 34મી ઈનિંગ્સમાં આ આંકડા સુધી પહોંચી ગયો છે. 144 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 3068 ખેલાડીઓમાંથી માત્ર ડોન બ્રેડમેન, જયોર્જ હેડલી, હર્બર્ટ સટક્લિફ અને માઈકલ હસીએ લાબુશેનથી ઓછી ઈનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા.


સતત 3 ડે-નાઈટ ટેસ્ટ સદી ફટકારનાર પહેલો બેટ્સમેન
બ્રેડમેને 22 ઈનિંગ્સમાં, હેડલીએ 32 ઈનિંગ્સમાં અને ઈંગ્લેન્ડના સટક્લિફ અને ઓસ્ટ્રેલિયાના હસીએ 33 ઈનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા. લાબુશેન હવે એડિલેડ ઓવલ પર સતત ત્રણ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં સદી ફટકારી ચૂક્યો છે. આ દરમિયાન તેની એવરેજ લગભગ 100ની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube