Ind vs Aus: અંબાતી રાયડૂની બોલિંગ શંકાના ઘેરામાં, હવે થશે તપાસ
અંબાતી રાયડૂએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં બોલિંગ કરી હતી. તેની એક્શનની ફરિયાદનો રિપોર્ટ ભારતીય ટીમ મેનેજમેન્ટને મળી ગયો છે. જેમાં સવાલ કરવામાં આવ્યો કે, તેની બોલિંગ યોગ્ય છે.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતનો 34 રનથી પરાજય થયો હતો. આ હાર બાદ પણ ભારતની મુશ્કેલી પૂરૂ થવાનું નામ લેતી નથી. સિડની વનડેમાં બોલિંગ કરનાર અંબાતી રાયડૂની બોલિંગ એક્શન શંકાસ્પદ માનવામાં આવી રહી છે. અમ્પાયરોએ રાયડૂની બોલિંગ એક્શનનો રિપોર્ટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 34 રનથી જીતીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
હવે રાયડૂએ કરવું પડશે આ કામ
રાયડૂએ સિડની વનડે મેચ દરમિયાન બે ઓવર બોલિંગ કરી હતી. આ બે ઓવરમાં તેણે 13 રન આપ્યા હતા. તેને શમીના ખંભા અને પીઠમાં ખેચાવ આવવાને કારણે બહાર ગયા બાદ કોહલીએ બોલિંગ આપી હતી. હવે આ મેચમાં રાયડૂની બોલિંગ શંકાસ્પદ જણાઈ છે. રાયડૂએ હવે 14 દિવસની અંદર પરીક્ષણમાંથી પસાર થવું પડશે.
રાયડૂએ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન 22મી અને 24મી ઓવર ફેંકી હતી. આ દરમિયાન ક્રીઝ પર ઉસ્માન ખ્વાજા અને શોન માર્શ બેટિંગ કરી રહ્યાં હતા.
જાણો, કોણ છે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર અન્ડર-19 સ્ટાર શુભમન ગિલ
33 વર્ષીય ઓફ સ્પિનરની બોલિંગ એક્શનને લઈને મેચ અધિકારીઓને શંકા થઈ અને હવે તેણે પોતાના રિપોર્ટ ભારતીય ટીમ મેનેજમેન્ટને સોંપી દીધો છે. રાયડૂને શંકાસ્પદ બોલિંગ એક્શનને લઈને હવે આઈસીસીની પ્રક્રિયા પ્રમાણે આગળની તપાસ કરવામાં આવશે.
રાયડૂએ 14 દિવસની અંદર પરીક્ષણમાંથી પસાર થવું જરૂરી છે, અને તે આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી શકે છે.