અમદાવાદઃ Ambati Rayudu announces retirement from IPL: આઈપીએલ 2023 વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સના (Chennai Super Kings)ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના એક દિગ્ગજ ખેલાડીએ આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ સીઝન બાદ આઈપીએલમાં આ ખેલાડી રમતો જોવા મળશે નહીં. આ ખેલાડીએ પોતાની બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન પણ બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત
ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના બેટર અંબાતી રાયડૂ (Ambati Rayudu) એ આઈપીએલ 2023ની ફાઇનલ પહેલાં નિવૃત્તિની જાહેરાત કરી છે. અંબાતી રાયડૂએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. રાયડૂએ ટ્વીટ કર્યું- સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સ, બે શાનદાર ટીમ, 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. આશા છે કે આજે રાત્રે છઠ્ઠી હશે. આ ખુબ લાંબી સફર રહી છે. મેં નિર્ણય કર્યો છે કે આજે રાતની ફાઇનલ મારી અંતિમ આઈપીએલ મેચ હશે. મને ખરેખર આ મહાન ટૂર્નામેન્ટમાં રમવાની ખુબ મજા આવી. તમારા બધાનો આભાર. કોઈ યૂ ટર્ન નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube