Ambati Rayudu announces retirement from IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 હાલ તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સને આ સમાચારથી મોટો ઝટકો લાગી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડીએ આઇપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ ખેલાડી આ સીઝન બાદ આઇપીએલ રમતો જોવા મળશે નહીં. આ ખેલાડીએ તેના બેટના દમ પર ચેન્નાઈ સુપર કિંગ્સને આઇપીએલની ચેમ્પિયન પણ બનાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીએ કર્યું સંન્યાસની જાહેરાત
ચેન્નાઈ સુપર કિંગ્સના ધાકડ બેટ્સમેન અંબાતી રાયડુએ આઇપીએલ વચ્ચે સંન્યાસની જાહેરાત કરી છે. અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર સંન્યાસની જાહેરાત કરી. અંબાતી રાયડુએ આઇપીએલ 2022 માં અત્યાર સુધી રમેલી 12 મેચમાં 21.10 સરેરાશથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક ફિફ્ટી પણ મારી છે.


અહીં જુઓ ટ્વીટ



અંબાતી રાયડુનું IPL કરિયર
અંબાતી રાયડુએ વર્ષ 2010 માં પોતાના આઇપીએલ કરિયરની શરૂઆત કરી હતી. અંબાતી રાયડુ આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો છે. રાયડુ વર્ષ 2018 થી સીએસકે માટે રમી રહ્યો છે. અંબાતી રાયડુએ આઇપીએલમાં અત્યાર સુધી 187 મેચમાં 29.28 ની સરેરાસથી 4187 રન બનાવ્યા છે. રાયડુ આઇપીએલમાં 22 અર્ધ સદી અને 2 સદી મારી છે.