નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ મુંબઈના પૂર્વ બેટ્સમેન અમોલ મઝુમદારની ભારત વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ટીમના વચગાળાના બેટિંગ કોચ તરીકે નિમણૂંક કરી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ તેને સમર્થન આપ્યું છે. 2014મા પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી નિવૃતી લેનાર મઝુમદાર હવે વિભિન્ન ટીમોને કોચિંગ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણજીના ઈતિહાસમાં બીજો સર્વાધિક સ્કોરર મઝુમદારની પાસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) પાસેથી હાઈ પરફોર્મંસ કોચિંગનું પ્રમાણપત્ર હાસિલ છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રાજસ્થાન રોયલ્સને પણ બેટિંગમાં કોચિંગ આપી રહ્યો છે. 


ટી20 સિરીઝ બાદ બંન્ને ટીમો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં, બીજી 10 ઓક્ટોબરથી પુણે અને ત્રીજી 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ ઓટિસ ગિબ્સનનો કાર્યકાળ આગળ વધાર્યો નથી અને ઇનોક ક્વે ટીમના નવા ડાયરેક્ટરના રૂપમાં ટીમની સાથે ભારતના પ્રવાસ પર આવ્યા છે. 

ટેસ્ટઃ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, રાશિદ ખાને બનાવ્યો રેકોર્ડ 

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના કાર્યવાહક ડાયરેક્ટર કોરી વૈન જિલે કહ્યું કે, અમોલ અમારી ટીમ ટીમ માટે યોગ્ય છે. તેણે કહ્યું, 'તે ભારતીય રમત પરિસ્થિતિઓથી વાકેફ છે. તે અમારા બેટ્સમેનોની સામે આવનારા પડકારોને જાણે છે. તેણે હાલમાં ભારતમાં આયોજીત સ્પિન બોલિંગ શિબિરમાં પણ અમારી મદદ કરી હતી.'


અમોલ મઝુમદાર કહ્યું, 'એક ખેલાડી તરીકે પિચ પર 25 વર્ષ પસાર કર્યા બાદ હું મારા કોચિંગ કરિયરના એક નવા અધ્યાયને લઈને ખુબ ઉત્સાહિત છું.'