નવી દિલ્હીઃ અમૂલ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા ક્રિકેટ વિશ્વ કપમાં અફગાનિસ્તાનનું મુખ્ય પ્રાયોજક હશે. આશરે 45,000 કરોડ રૂપિયા (6.5 અબજ ડોલર)નો વાર્ષિક કારોબાર કરતા અમૂલનો લોગો વિશ્વ કપ દરમિયાન અફગાનિસ્તાન ખેલાડીઓની જર્સી સ્લીવ અને ટ્રેનિંગ કિટ પર જોવા મળશે. જીસીએમએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ડો. આરએસ સોઢીએ જણાવ્યું, અમે પ્રથમ વખત અફગાનિસ્તાન સાથે જોડાઇને હર્ષનો અનુભવ કરી રહ્યાં છીએ અને અમને વિશ્વાસ છે કે વિશ્વ કપમાં તે ટીમ શાનદાર પ્રદર્શન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફગાનિસ્તાનમાં અમૂલ લોકોની વચ્ચે છે લોકપ્રિય બ્રાન્ડ
અમૂલ અને અફગાનિસ્તાન એકબીજાનું જોડાણ હંમેશા શેર કરતા રહ્યાં છે. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન (જેને ફ્રંટિયર ગાંધી કહેવામાં આવી છે) 1969માં અમૂલનો પ્રવાસ કર્યો હતો અને ડો. વી. કુરિયનની સાથે મુલાકાત બાદ અમૂલ ડેરી સહકારિતાનો વિશેષ અભ્યાસ કર્યો છે. સોઢીએ જણાવ્યું કે, અફગાનિસ્તાનની મહિલા દુધ ઉત્પાદકોના ઘણા પ્રતિનિધિમંડળે અમૂલનો પ્રવાસ કર્યો છે. અમૂલ ગ્રામિણ ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું એક મજબૂત મોડલ છે, જેને અફગાનિસ્તાનના લોકો દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવી છે. 


World Cup 2019: આફ્રિકાને લાગ્યો ઝટકો, ઈજાને કારણે આ ફાસ્ટ બોલર થયો બહાર 

અફગાનિસ્તાનમાં પણ નિકાસ થાય છે અમૂલની પ્રોડક્ટ
અમૂલ છેલ્લા બે દાયકાથી દૂધ પાઉડર અને બેબી ફૂડ પણ અફગાનિસ્તાનને આયાત કરે છે. અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ અસદુલ્લાહ ખાને જણાવ્યું, 'આ અફગાનિસ્તાન માટે ખુશીની ક્ષણ છે કે અમૂલ અમને વિશ્વ કપમાં પ્રાયોજીત કરી રહ્યાં છે.' આ પ્રથમ અવસર છે જ્યારે અમે વિશ્વ કપમાં પૂર્ણ સભ્યના રૂપમાં રમીશું. અમારી તૈયારી સારી છે અને અમે શાનદાર પ્રદર્શન કરીશું.