સાનિયા મિર્ઝાની ડિવોર્સી બહેનનો પ્રેમી છે સુપરસ્ટાર ક્રિકેટરનો દીકરો
મીડિયા રિપોર્ટ પ્રમાણે અનમ અને અસદ આ વર્ષના અંત સુધી નિકાહ કરવાના છે
નવી દિલ્હી : ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા હાલમાં દેશના ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના દીકરા અસદ સાથેની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર ફેરવીએ તો ખબર પડે છે કે આ બંને વચ્ચે લાંબા સમયથી ડેટિંગ ચાલી રહ્યું છે. હવે અનમની બહેન સાનિયાએ પણ અસદની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરીને તેમના સંબંધો તરફ ઇશારો કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અનમ અને અસદ આ વર્ષના અંત સુધી નિકાહ કરવાના છે.
[[{"fid":"205930","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"205931","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
[[{"fid":"205932","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને પૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીનના દીકરા અસદના નિકાહની ચર્ચા વચ્ચે સાનિયાએ અસદને પોતાના પરિવારનો સભ્ય ગણાવ્યો છે. જોકે અસદ અને અનમના સંબંધોની સત્તાવાર જાહેરાત નથી થઈ.
અનમે આ પહેલા હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે 2016માં લગ્ન કર્યા હતા. જોકે આ સંબંધ લાંબો સમય ચાલ્યો નહોતો અને બંનેએ ગયા વર્ષે ડિવોર્સ લઈ લીધા હતા. આ ડિવોર્સ પછી અનમ અને અસદ એકબીજાની નજીક આવી ગયા છે. અનમ ફેશન આઉટલેટ ધ લેબલ બાઝારની માલિક છે અને અસદથી ત્રણ વર્ષ મોટી પણ છે. અસદ પણ પોતાના પિતાની જેમ ક્રિકેટર બનવા માગે છે અને હાલમાં ગોવા તરફથી રણજી ટીમમાં રમે છે.