નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીતમાં સૌથી મહત્વની વાત યુવા ખેલાડીઓનું પ્રદર્શન હતું. ભારતે પોતાની બેંચ સ્ટ્રેન્થના દમ પર સતત બીજીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ વખતે ભારતની જીતમાં ખાસ વાત તે હતી કે ઘણા મહત્વના ખેલાડી બહાર રહ્યાં હતા. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ બાદ પરત આવી ગયો હતો. ઈશાંત શર્મા પ્રવાસે ન ગયો અને મોહમ્મદ શમી તથા ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. બ્રિસબેનમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં તો જાડેજા અને અશ્વિન પણ નહતા. પરંતુ ટીમે ઓછા અનુભવી ખેલાડીઓની મદદથી કાંગારૂની ધરતી પર સિરીઝ જીતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમની આ જીતે ઘણા લોકોને પ્રભાવિત કર્યા હતા. તેમાંથી એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સામેલ છે. આનંદ મહિન્દ્રાએ ગાબામાં ભારતની ઓસ્ટ્રેલિયા પર ઐતિહાસિક જીત બાદ મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, વોશિંગટન સુંદર અને નવદીપ સૈનીને મહિન્દ્રા થાર ગિફ્ટ કરવાની જાહેરાત કરી હતી અને આજે નટરાજનને તે થાર મળી ગઈ છે. 


IPL 2021: આ ત્રણ યુવા ખેલાડીઓ આઈપીએલમાં ધૂમ મચાવવા તૈયાર


ટી. નટરાજનની સફર કોઈ ફિલ્મ કહનાનીથી ઓછી નથી. એક નાની ઝુપડીથી શરૂ થયેલ નટરાજનની સફર આજે ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચી છે. ડાબા હાથના આ ફાસ્ટ બોલરે આઈપીએલમાં પોતાનું દમદાર પ્રદર્શન કર્યુ અને પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝના અંતિમ વનડેમાં પણ અંતિમ ઓવરમાં યોર્કર્સ ફેંકી ભારતીય ટીમની જીતની કહાની લખી હતી. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયામાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તેણે આ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કર્યુ અને જોનારાનું દિલ જીતી લીધું હતું. 


નટરાજને પોતાના બીજા ટ્વીટમાં લખ્યુ, હું આજે શાનદાર મહિન્દ્રા થાર ચલાવીને ઘરે આવ્યો છું. હું શ્રી આનંદ મહિન્દ્રાનો આભાર માનુ છું. જેણે મારી સફરને ઓળખી અને મારો જુસ્સો વધાર્યો. ક્રિકેટ માટે તમને ઘણો બધો પ્રેમ સર. તમને હું ગાબા ટેસ્ટની મારી શર્ટ સાઇન કરી આપી રહ્યો છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube