આંધ્ર ક્રિકેટ એસોસિએશન (ACA) એ શનિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને ભારતને મેચમાં વાપસી કરાવનાર યુવા ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ત્રીજા દિવસની રમતના અંતે નીતિશ રેડ્ડી 105 રન પર રમી રહ્યો હતો. તેની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાના 474 રનના જવાબમાં નવ વિકેટે 358 રન બનાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિશ રેડ્ડીને લાગી લાખો રૂપિયાની લોટરી 
આંધ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કેસિનેની શિવનાથે કહ્યું, 'આ આંધ્ર ક્રિકેટ એસોસિએશન માટે ભાગ્યશાળી દિવસ અને ખુશીની ક્ષણ છે. અમે ખૂબ જ ખુશ છીએ કે ટેસ્ટ ક્રિકેટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે આંધ્રના એક ખેલાડીની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ ઉપલબ્ધિ માટે આંધ્ર ક્રિકેટ એસોસિએશન નીતીશ રેડ્ડીને 25 લાખ રૂપિયાનું ઈનામી રકમ આપશે તમને જણાવી દઈએ કે નીતિશ રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારીને ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે. નીતિશ રેડ્ડીએ ટેસ્ટ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર તોફાન મચાવી દીધું છે.


નીતિશ રેડ્ડીએ કર્યો કમાલ
21 વર્ષના નીતિશ રેડ્ડીએ આઠમા નંબર પર બેટિંગ કરતા 189 બોલમાં 114 રનની ઇનિંગ રમી છે. આ સમયગાળા દરમિયાન નીતિશ રેડ્ડીએ 60.32ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 11 ફોર અને 1 સિક્સ ફટકારી. આ ઈનિંગ બાદ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નીતિશ રેડ્ડીએ આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. મેલબોર્નની પીચ પર જ્યાં ભારતના મોટા બેટ્સમેનો માટે ટકી રહેવું ખૂબ મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું, ત્યાં નીતિશ રેડ્ડીએ બતાવ્યું કે કેવી રીતે બેટિંગ કરવી.


ભારતને મુશ્કેલીમાંથી ઉગાર્યું
મેલબોર્નમાં નીતિશ રેડ્ડીએ એક છેડો પકડી રાખ્યો અને ભારતીય દાવને વિખેરવા દીધો નહોતો. જ્યારે નીતીશ રેડ્ડી બેટિંગ કરવા આવ્યા ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 191/6 હતો. નીતિશ રેડ્ડીએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને સાતમી વિકેટ માટે 30 રન જોડ્યા હતા. રવિન્દ્ર જાડેજાના આઉટ થયા બાદ વોશિંગ્ટન સુંદરે નીતિશ રેડ્ડીને સારો સાથ આપ્યો હતો. વોશિંગ્ટન સુંદર અને નીતિશ રેડ્ડીની જોડીએ સાતમી વિકેટ માટે 127 રન જોડ્યા હતા. વોશિંગ્ટન સુંદર 50 રન બનાવીને આઉટ થયો હતો. નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાના પોતાના પ્રથમ પ્રવાસમાં જ ટેસ્ટ સદી ફટકારીને બધાને પોતાના ફેન બનાવી દીધા છે.