નવી દિલ્હીઃ કર્નલ સીકે નાયડુ ટ્રોફીમાં આંધ્રા અને રેલવે વચ્ચે રમાયેલી મેચ ભલે ડ્રો રહી, પરંતુ આ મેચમાં આંધ્રા ટીમના ઓપનિંગ બેટર વામશિ કૃષ્ણાના બેટથી તોફાની ઈનિંગ જોવા મળી હતી. જેમાં તેણે સતત 6 બોલમાં છ સિક્સ ફટકારી ખુદને ભારતીય બેટરોના એક એલીટ લિસ્ટમાં સામેલ કરી લીધો છે. વામશિએ આ મુકાબલામાં માત્ર 64 બોલમાં આક્રમક 110 રન ફટકાર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણાએ પોતાની ઈનિંગમાં ફટકાર્યા 10 
વામશિ કૃષ્ણાએ પોતાની 110 રનની ઈનિંગ દરમિયાન કુલ 10 સિક્સ અને 9 ચોગ્ગા ફટકાર્યા, જેમાં તેણે રેલવે ટીમના લેગ સ્પિનર મદનદીપ સિંહની ઓવરમાં સતત છ સિક્સ ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. આ ઓવરમાં વામશિએ પ્રથમ સિક્સ સ્લોગ સ્વીપ શોટ મારતા ફટકારી, ત્યારબાદ બીજી તરફ સીધી સામેની બાજુ લગાવી હતી. ત્રીજી સિક્સ વામશિએ મિડ વિકેટ તરફ મારી હતી. ઓવરના ચોથો બોલ જે લેગ સ્ટંપ તરફ આવી રહ્યો હતો તેને વામશિએ બાઉન્ડ્રી બહાર પહોંચાડી દીધો હતો, ત્યારબાદ પાંચમાં બોલ પર વામશિએ ડીપ સ્ક્વેર લેગ તરફ શોટ ફટકારતા છગ્ગો લગાવ્યો હતો. અંતિમ બોલ પર મિડ વિકેટ તરફ સિક્સ ફટકારી હતી. 



પરંતુ વામશિ કૃષ્ણાની આ શાનદાર ઈનિંગ છતાં આંધ્રાની ટીમ આ મેચમાં 378 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા રેલવે તરફતી મેચમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. રેલવેની ટીમે 865 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.


શાસ્ત્રીએ રણજી તો યુવીએ ટી20માં મેળવી હતી આ સિદ્ધિ
એક ઓવરમાં છ સિક્સ ફટકારવાની સાથે વામશિ કૃષ્ણા હવે ભારતીય ક્રિકેટમાં એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. આ પહેલા વર્ષ 1985માં રણજી ટ્રોફીમાં બોમ્બે તરફથી રમી રહેલા રવિ શાસ્ત્રીએ બરોડા વિરુદ્ધ મુકાબલામાં એક ઓવરમાં છ સિક્સ ફટકારી હતી. તેના 32 વર્ષ બાદ યુવરાજ સિંહે આ સિદ્ધિ મેળવી હતી. યુવીએ 2007ના ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સ ફટકારી હતી.