નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી એંડ્રયૂ ફ્લિન્ટોફનું કહેવું છે કે જોફ્રા આર્ચરનો કોઈપણ કિંમત પર વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવો જોઈએ. આર્ચરને આ વિશ્વ કપ માટે પસંદ કરાયેલી પ્રારંભિક ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે હાલમાં પોતાના દેશ માટે બે મેચોમાં ત્રણ વિકેટ ઝડપી અને સતત 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીબીસીએ ફ્લિન્ટોફના હવાલાથી જણાવ્યું, 'તેણે ટીમમાં હોવું જોઈએ.' હું તેના માટે કોને ટીમની બહાર કરીશ? ગમે તેને તે એક શાનદાર ખેલાડી છે. આર્ચરે પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ માટે પોતાની પ્રથમ ટી20 મેચ રમી અને 29 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 


ફ્લિન્ટોફે કહ્યું, તે અવિશ્વસનીય છે. હું તેને એક દિવસ બોલિંગ કરતા જોતો હતો અને મને આશ્ચર્ય થયું કે આટલી સરળતાથી આટલી ઝડપી બોલિંગ કેમ કરી શકે છે. 


WIPL: વેલોસિટીએ ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટે હરાવ્યં, અંતિમ 5 વિકેટ 7 બોલ પર ગુમાવી

તેમણે કહ્યું કે, આર્ચરને ઈંગ્લેન્ડમાં સામેલ કરવાથી ટીમની એકતા પર કોઈ પ્રભાવ પડશે નહીં. ફ્લિન્ટોફે આર્ચરની સ્થિતિની તુલના 2005ની એશિઝ સાથે કરી જ્યારે કેવિન પીટરસનને ગ્રાહમ થોપના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 


ફ્લિન્ટોફે કહ્યું, 'તે સમયે બધા આ નિર્ણયના પક્ષમાં ન હતા કારણ કે થોપે વાપતી કરતા આફ્રિકા વિરુદ્ધ સદી ફટકારી હતી, પરંતુ પીટરસને તે દર્શાવ્યું કે તેનો (ઓસ્ટ્રેલિયાનો) સામનો કેમ કરી શકાય છે.' આર્ચરની પાસે પણ લોકોને આ રીતે આશ્ચર્યચકિત કરવાની ક્ષમતા છે, તે સતત સારૂ પ્રદર્શન કરે છે. 


World Cup 2019: ભારત ટોપ-4નું દાવેદાર, આ ટીમ હોઈ શકે છે સરપ્રાઇઝ પેકેજઃ કપિલ દેવ

તેમણે કહ્યું, ટીમ ભાવના જીતથી પેદા થાય છે, હું ઘણી ટીમો માટે રમી ચુક્યો છું અને ટીમ ભાવના ત્યાં જોઈ જ્યાં ટીમ સફળ હતી. કોઈને કોઈના સ્થાને ટીમમાં સામેલ કરવો કોઈ મોટો મુદ્દો નથી. ઈંગ્લેન્ડની ટીમ આગામી વિશ્વ કપમાં પોતાની પ્રથમ મેચ 30 મેએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે.