Andrew Symonds Death: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જ નહીં, સમગ્ર ક્રિકેટ જગત માટે આજનો સૂર્ય માઠા સમાચાર લઈને ઉગ્યો છે. આજે (રવિવારે) સવારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન થયું. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ આવતા મહિને (9 જૂને) 47 વર્ષનો થવાનો હતો. પરંતુ કહેવાય છે ને કૃદરત તારા ખજાને શું ખોટ પડી? કે આજે ક્રિકેટ જગતનો દિગ્ગજ ખેલાડીને નાની ઉંમરે દર્દનાક મોત થયું. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડીઓ માટે આ વર્ષ ભારે છે. મોટી વાત કહો કે વિધીની વક્રતા કહો છેલ્લા 3 મહિનામાં આ ત્રીજા દિગ્ગજ ક્રિકેટરનું મોત થયું છે અને ત્રણેય ઓસ્ટ્રેલિયાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સ્થિતિમાં છેલ્લા ત્રણ મહિના ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ખૂબ જ દુઃખદ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ તેના ત્રણ દિગ્ગજ ક્રિકેટરો ગુમાવ્યા છે. જેના કારણે રમતગમત જગતમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સૌથી પહેલા 4 માર્ચે ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રોડ માર્શનું અવસાન થયું હતું. ત્યારબાદ સિલસિલો ચાલું રહ્યો છે અને પછી શેન વોર્ન અને આજે એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુના સમાચાર આવ્યા. અને 4 માર્ચે જ બીજા સમાચાર આવ્યા કે જાદુઈ લેગ-સ્પિનર ​​શેન વોર્ન પણ આપણી વચ્ચે રહ્યા નથી. 74 વર્ષના રોડ માર્શની જેમ 52 વર્ષીય વોર્નનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હવે ત્રણ મહિના થયા છે કે એન્ડ્રુ સાયમન્ડ્સે પણ દુનિયાને અલવિદા કહી દીધું છે.



હાર્ટ એટેક બાદ કોમામાં બતા રોડ માર્શ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી રોડ માર્શને હાર્ટ એટેક આવતા રોયલ એડિલેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તે કોમામાં ગયા હતા. તેમની સારવાર ચાલી રહી હતી કે 4 માર્ચના રોજ તેમનું અવસાન થયું. ફાસ્ટ બોલર ડેનિસ લિલી સાથે માર્શની જોડી શાનદાર રહી હતી. આ બંનેએ મળીને ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડબ્રેક 95 શિકાર કર્યા. માર્શે 96 ટેસ્ટ રમી જેમાં તેમણે ત્રણ ટેસ્ટ સદી ફટકારી. જ્યારે વિકેટમાં 355 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે હતો.



થાઈલેન્ડમાં વેકેશન માણતી વખતે વોર્નનું અવસાન
શેન વોર્નનું 4 માર્ચે 52 વર્ષની વયે અવસાન થયું હતું. શેન વોર્ન વેકેશન ગાળવા માટે થાઈલેન્ડના કોહ સામુઈમાં ગયા હતા. વોર્ન તેના વિલામાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. વોર્ને તેની 145 મેચની ટેસ્ટ કારકિર્દીમાં 708 વિકેટ લીધી હતી, જે મુથૈયા મુરલીધરન (800 વિકેટ) પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છે. વોર્ને 194 વન-ડેમાં 293 વિકેટ લીધી હતી.


રાજસ્થાન રોયલ્સને બનાવી IPL ચેમ્પિયન
શેન વોર્ને પોતાની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. 2008ની પ્રથમ સિઝનની અંતિમ મેચમાં વોર્નની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને હરાવ્યું હતું. વોર્ને 29 આઈપીએલ મેચ રમી હતી, જેમાં તેણે 25.39ની એવરેજથી 57 વિકેટ લીધી હતી.


એન્ડ્રુ સાયમન્ડ્સે પણ દુનિયાને કહ્યું અલવિદા
હવે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ પણ આપણી વચ્ચે રહ્યા નથી. શનિવારે (14 મે) રાત્રે લગભગ 10:30 વાગ્યે કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ શહેરથી લગભગ 50 કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં બની હતી. બીજા જ મહિને 9 જૂને સાયમન્ડ્સ 47 વર્ષના થવાના હતા.



સાયમન્ડ્સે તેની કારકિર્દીમાં 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20 મેચ રમી છે. આમાં તેણે ટેસ્ટમાં 1462 રન, વનડેમાં 5088 રન અને ટી20માં 337 રન બનાવ્યા છે. સાયમન્ડ્સે IPLમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ 39 મેચ રમી હતી, જેમાં તેણે 974 રન બનાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube