BAN vs SL: 146 વર્ષના ઈતિહાસમાં બની પ્રથમ ઘટના, એન્જેલો મેથ્યુસ ટાઈમ આઉટનો શિકાર બન્યો
Angelo Mathews: નવી દિલ્હીમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચ વિવાદોમાં આવી ગઈ છે. ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર એવી રીતે બેટર આઉટ થયો જેની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ Angelo Mathews Time Out: બાંગ્લાદેશ-શ્રીલંકા મેચ દરમિયાન એવી ઘટના બની જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. હકીકતમાં શ્રીલંકાનો ખેલાડી એન્જેલો મેથ્યૂસને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો છે. આજ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રીતે આઉટ થઈને કોઈ બેટર પેવેલિયન પરત ફર્યો નથી.
હકીકતમાં સદીરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યુસ બેટિંગ માટે મેદાન પર આવ્યો હતો, પરંતુ તે પોતાનું હેલમેટ ઠીક કરવાને કારણે ત્રણ મિનિટની અંદર બોલનો સામનો ન કરી શક્યો. આ કારણે બાંગ્લાદેશી ટીમે ટાઈમ આઉટની અપીલ કરી અને મેથ્યુસને આઉટ કરાવી દેવામાં આવ્યો.
આ ઘટના બાદ મેદાન પર મેથ્યુસે અમ્પાયરની સાથે ઘણા સમય સુધી ચર્ચા કરી હતી, પરંતુ નિયમ અનુસાર મેથ્યુસને આઉટ ગણાવી દેવામાં આવ્યો, પરંતુ બાંગ્લાદેશી ટીમે જે કર્યું તેને શરમજનક ગણાવવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમવાર બન્યું કે જ્યારે કોઈ બેટરે ટાઈમ આઉટ થવું પડ્યું છે.
શાકિબ અલ હસને જ્યારે ટાઈમ આઉટની અપીલ કરી તો અમ્પાયર પણ ચોકી ગયા હતા. અમ્પાયરે તેને લઈને શાકિબને પૂછ્યું કે શું તે ખરેખર ટાઈમ આઉટ માટે અપીલ કરવા ઈચ્છે છે. તેના પર શાકિબની સાથે બાંગ્લાદેશી ટીમના ખેલાડીઓએ પોતાની સહમતિ વ્યક્ત કરી જેના કારણે અમ્પાયરે તેને આઉટ આપવો પડ્યો હતો. બાંગ્લાદેશની ટીમ દ્વારા જે કરવામાં આવ્યું તેને જોઈ ન માત્ર મેથ્યુસ ચોકી ગયો, પરંતુ શ્રીલંકાના ડગઆઉટમાં બેઠેલા સપોર્ટ સ્ટાફના સભ્યો પણ વિચારમાં પડી ગયા હતા.
બાંગ્લાદેશની ખેલ ભાવના પર ઉઠ્યા સવાલ
શાકિબ અલ હસને જે કર્યું તેને ખેલ ભાવનાની વિરુદ્ધ ગણાવવામાં આવી રહ્યું છે. ક્રિકેટની રમતમાં હંમેશા જોવા મળે છે કે ખેલાડી ક્યારેક બેટ, તો ક્યારેક ગ્લવ્સ તો ક્યારેક હેલમેટ ડગઆઉટમાંથી મંગાવતા રહે છે. આ કારણે રમતમાં વિલંબ થાય છે, પરંતુ આવું ક્યારેય જોવા મળ્યું નહીં કે તે માટે અપીલ કરી કોઈ ખેલાડીને આઉટ આપવાની માંગ કરવામાં આવી હોય. આ કારણે બાંગ્લાદેશની ટીમનું વર્તન ખેલ ભાવનાની વિરુદ્ધ ગણાવવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube