નવી દિલ્હીઃ WTAએ સોમવારે જાહેર કરેલા તાજા રેન્કિંગમાં ભારત માટે સારા સમાચાર છે. ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ત્રણ સ્થાનના સુધારની સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ 165મી રેન્કિંગ હાસિલ કરી છે. અંકિતા રૈના બુધવારથી કરમન કૌર થાંડીની સાથે કઝાકિસ્તાનમાં શરૂ થઈ રહેલા ફેડ કપ ટેનિસ ટૂર્નામેન્ટ વિશ્વ ગ્રુપ બેમાં ક્વોલિફાઇ માટે ભારતીય પડકારની આગેવાની કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરૂષોમાં પ્રજનેશ ગુણેશ્વરન એક સ્થાનના નુકસાન સાથે 103માં સ્થાન પર પહોંચી ગયો છે. ગત સપ્તાહે 168માં સ્થાન પર રહેલ 26 વર્ષની ભારતીય ખેલાડીના નામે 346 રેટિંગ પોઈન્ટ છે. ટોપ-2 ખેલાડીઓમાં અંકિતા એકમાત્ર ભારતીય છે. ત્યારબાદ કરમન કૌર થાંડી (211) અને પ્રાંજલા યાદલાપલ્લિ (293)નો નંબર આવે છે. 


મહિલાઓના ડબલ્સના રેન્કિંગમાં અંકિતા 164માં સ્થાન પર છે અને તે 24 વર્ષની પ્રાર્થના થોંબારે બાદ બીજી ટોપ ભારતીય છે. પ્રાર્થના રેન્કિંગમાં 145માં સ્થાન પર છે પરંતુ આ ભારતીય ખેલાડીને ગત સપ્તાહના મુકાબલાથી પાંચ સ્થાનનું નુકસાન થયું છે. ટોપ-બેમાં કરમન પણ સામેલ છે જે 189માં સ્થાને છે. 



બ્રેન્ડન મેક્કુલમે બિગ બેશ લીગમાંથી લીધી નિવૃતી, હવે કરશે આ કામ 
 


પ્રજનેશે ગત સપ્તાહે કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાસિલ કરી હતી પરંતુ પુરૂષોના નવા એટીપી રેન્કિંગમાં તે એક સ્થાન નીચે આવીને 103માં ક્રમે આવી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર થનાર 29 વર્ષના આ ભારતીયના નામે 550 રેટિંગ પોઈન્ટ છે. રામકુમાર રામનાથન (133મું સ્થાન) આ રેન્કિંગમાં પ્રજનેશ બાદ બીજો ટોપ ભારતીય છે. ઈજાને કારણે કોર્ટથી બહાર રહેલા યુકી ભાંબરીને ફરી નુકસાન થયું છે અને તે 151માં સ્થાનેથી 152માં સ્થાને પહોંચી ગયો છે. ટોપ-300માં સાકેત માયનેની (260) અને યુવા ખેલાડી શશી કુમાર મુકુંદ (293) પણ સામેલ છે. 



INDvsNZ: T20 સિરીઝમાં ઇતિહાસ રચી શકે છે ભારત, કરશે વર્લ્ડ રેકોર્ડની બરોબરી!

એટીવી યુગલ રેન્કિંગમાં રોહિન બોપન્ના 2095 રેટિંગ પોઈન્ટની સાથે 37માં અને દિવિજ શરણ 40માં સ્થાન પર છે. ટોપ 100 રેન્કિંગમાં જીવન નેંદુચેઝિયાન (ત્રણ સ્થાનના નુકસાનની સાથે 79મી રેન્કિંગ) અને લિએન્ડર પેસ (ચાર સ્થાનના રેન્કિંગની સાથે 82મું સ્થાન) પણ સામેલ છે. ડબલ્સમાં ત્યારબાદ પૂરવ રાજા (103), શ્રીરામ બાલાજી (107) અને વિષ્ણુ વર્ધન (136)નું સ્થાન છે.