નવી દિલ્હીઃ ભારતની મુખ્ય મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના 9 સ્થાન નીચે આવીને ટોપ-200માંથી બહાર થઈ ગઈ છે, જ્યારે પુરુષ વર્ગમાં પ્રજનેશ ગુણેશ્વરન એક સ્થાનના નુકસાન છતાં દેશનો નંબર એક સિંગલ ખેલાડી યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે 181માં સ્થાન સુધી પહોંચનારી અંકિતા આ વર્ષે 14 જાન્યુઆરીએ ફરીથીટોપ-200માં સામેલ થઈ હતી અને આ વચ્ચે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 164મી રેન્કિંગ પર પહોંચી હતી. પરંતુ જાપાનમાં છેલ્લા બે આઈટીએફ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શનને કારણે હવે તે ડબ્લ્યૂટીએ રેન્કિંગમાં 203માં સ્થાને પહોંચી ગઈ છે. 


ભારતીય ખેલાડીઓમાં અંકિતા રૈના હજુ પણ ટોપ પર છે. ત્યારબાદ કરમન કૌર થાંડી (5 સ્થાન નીચે 213માં સ્થાન પર) અને પ્રાંજલા યાદલાપલ્લી (296)નો નંબર આવે છે. પુરૂષોના એટીપી રેન્કિંગમાં પ્રજનેશ 82માં સ્થાન પર છે. ત્યારબાદ રામકુરમાર રામનાથન (141) અને યુકી ભાંબરી (232)નો નંબર આવે છે. 


ડબલ્સમાં રોહન બોપન્ના એક સ્થાન ઉપર 34માં સ્થાન પર પહોંચી ગયા છે. દિવિજ શરણ 43માં, જીવન નેદુચેઝિયન 66માં, પુરવ રાજા 85 અને લિએન્ડર પેસ 91માં (એક સ્થાન ઉપર) સ્થાન પર છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર