એનિંગ (ચીન): ભારતની ટોપની મહિલા સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાએ બુધવારે અહીં કુનમિંગ ટેનિસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં પૂર્વ યૂએસ ઓપન ચેમ્પિયન સામંતા સ્ટોસુરને હરાવીને અપસેટ સર્જતા પોતાના કરિયરની સૌથી મોટી જીત હાસિલ કરી અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડાલિસ્ટ અંકિતાએ ડબ્લ્યૂટીએ 125 ટૂર્નામેન્ટમાં 2 કલાક 50 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ખેલાડી વિરુદ્ધ 7-5, 2-6, 6-5થી જીત હાસિલ કરી હતી. આ બીજીવખત છે જ્યારે બંન્ને ખેલાડી એકબીજાની આમને-સામને થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોસુરે આ પહેલા મુકાબલો સીધા સેટથી જીત્યો હતો. 26 વર્ષની ભારતીય મહિલા ખેલાડી માટે પરંતુ સ્ટોસુર વિરુદ્ધ થોડી મુશ્કેલી થી રહી હતી અને તે વિપક્ષી ખેલાડીની તુલનામાં પૂરા મેચ દરમિયાન માત્ર 3 એસ ફટકારી શકી જેણે 7 એસ લગાવ્યા. દુનિયાની 77માં નંબરની ખેલાડીએ અંકિતા (6 ડબલ ફોલ્ટ)ની તુલનામાં વધુ 18 ડબલ ફોલ્ટ કર્યાં. હવે અંકિતાનો સામનો બીજા રાઉન્ડમાં ચીનની કાઈ લિન ઝાંગ સામે થશે. 


સ્મિથ-વોર્નર આવવાથી વિશ્વ કપ પર ઓસ્ટ્રેલિયાની દાવેદારી થઈ મજબૂતઃ સ્ટોઇનિસ


વર્લ્ડ રેન્કિંગમાં 178 સ્થાન પર રહેલી અંકિતા આ મહિનાની શરૂઆતમાં ઇંસ્તાબુંલમાં 60,000 ડોલરની આઈટીએફ સ્પર્ધામાં રનર્સઅપ રહી હતી. ગત વર્ષે તે સાનિયા મિર્ઝા અને નિરૂપમા વૈદ્યનાથન બાદ સિંગલ્સ રેન્કિંગમાં ટોપ-200 પહોંચનારી ત્રીજી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બની હતી.