નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ શરૂ થનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાને કારણે 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક નિવેદનમાં તેની જાણકારી આપી નથી. પરંતુ બોર્ડે હજુ સુધી તે જણાવ્યું નથી કે નોર્ત્જેના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રોટિયાઝે કહ્યું કે, ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે સતત ઈજાને કારણે ભારત સામે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી શકશે નહીં. દુર્ભાગ્યથી તે ટેસ્ટ સિરીઝ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. તે ઈજામાંથી બહાર આવવા માટે નિષ્ણાંતોની સલાહ લઈ રહ્યો છે. અત્યારે તેના સ્થાને અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. 


આ પણ વાંચોઃ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે આવ્યા ખરાબ સમાચાર, સામે આવ્યું આ મોટું અપડેટ


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. નોર્ત્જેની ગેરહાજરીથી દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. તે બહાર થવાથી હવે કગિસો રબાડા અને લુંગી એનગિડી પર જવાબદારી વધી ગઈ છે. મહત્વનું છે કે નોર્ત્જે છેલ્લા કેટલાક સમયથી ત્રણેય ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. 


28 વર્ષીય નોર્ત્જે માટે 2021નું વર્ષ શાનદાર રહ્યું છે. તેણે આ વર્ષે પાંચ ટેસ્ટમાં 20.76ની એવરેજ અને 3.30ની ઇકોનોમી રેટથી 25 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે બે વખત પાંચ વિકેટ પણ મેળવી છે. નોર્ત્જે પોતાની સ્પીડ માટે પણ જાણીતો છે. તે 150 કિમીની ઝડપે બોલિંગ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube