Anshu Malik: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલવાન ખૂબ જ કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. કુશ્તીમાં ભારતીય ટીમે અત્યાર સુધી 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્જ પોતાના નામે કર્યા છે. ભારતની સ્ટાર રેસલર અંશુ મલિકે 57 કિલોગ્રામ ભાર વર્ગમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. અંશુ મલિક અત્યારે ફક્ત 21 વર્ષની છે. અંશુ મલિકના પિતા પણ પહેલવાન રહી ચૂક્યા છે અને તેમણે મેડલ જીતીને પિતાનું સપનું પુરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાનું સપનું કર્યું પુરૂ 
અંશુ મલિકની સફળતા પાછળ તેમના માતા-પિતાનો ત્યાગ અને તેમની પોતાની મહેનત છે. અંશુ મલિકે પુત્રીના કેરિયર માટે પોતાની નોકરી છોડી દીધી, જેથી તે અંશુ માટે ટાઇમ આપી શકે. અંશુ મલિકના પિતા ધર્મવીર મલિક પોતે વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં રમ્યા હતા, પરંતુ ઇજાના લીધે તેમનું કેરિયર લાંબું ચાલી શક્યું નહી. તેમને તે વાતનું દુખ છે. ધર્મવીર મલિકે જણાવ્યું હતું કે ઇજા બાદ તે લોહીના આંસૂ રડ્યા હતા. ત્યારબાદ તેમણે પુત્રીને રેસલર બનાવવાનો નિર્ણય કર્યો હતો. 

નાગપંચમીના દિવસે આ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે 'ભૈંસાસુર', ભોજનના બદલે ખાય છે ઘાસ


કોમનવેલ્થ ગેમ્સમાં કર્યો કમાલ
2016 માં જ્યારે અંશુએ વર્લ્ડ કેડેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો તો પરિવાર નક્કી કરી લીધું કે હવે પુત્રીને કુશ્તીમાં જ આગળ વધારવી છે. ત્યારબાદ અંશુ મલિકે પાછળ વળીને જોયું નહી. તેમણે વર્ષ 2021 એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. તો બીજી તરફ તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2022 માં સિલ્વર મેડલ પોતાના નામે કરી દેશનું નામ રોશન કરી દીધું છે. 
 
ગોલ્ડ ચૂકી અંશુ
21 વર્ષની અંશુ મલિકે પોતાના કોમનવેલ્થ ગેમ્સમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેમણે બે મુકાબલામાં 10-0 થી જીત્યા હતા. પરંતુ ઓડુનાયો અદેકુઓરાયે સામે પ્રદર્શન કરી શકી નહી. ઓડુનાયો અદેકુઓરાયે એકવાર ફરી ગોલ્ડ પર કબજો કરવામાં સફળ રહી છે. આ પહેલાં પણ તેમણે 2014 અને 2018 માં ગોલ્ડ મેડલ પર પોતાનો કબજો કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube