Success Story: દર્દથી પીડાતા પીડાતા પણ અંશુ મલિકે કઈ રીતે રચ્યો ઈતિહાસ? જાણો રોચક કહાની
Anshu Malik Success Story: અંશુ મલિકનું કહેવું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ખરાબ સપનાને છોડીને તે આગળ વધવા માગતી હતી. ભારતની આ પ્રતિભા પહેલવાને કોણીની ઈજા છતાં હાર માની નહીં અને જે ઈતિહાસ રચ્યો છે તેનાથી આખો દેશ તેના પર ગર્વ અનુભવી રહ્યો છે.
નવી દિલ્હીઃ અંશુ મલિકનું કહેવું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ખરાબ સપનાને છોડીને તે આગળ વધવા માગતી હતી. ભારતની આ પ્રતિભા પહેલવાને કોણીની ઈજા છતાં હાર માની નહીં અને જે ઈતિહાસ રચ્યો છે તેનાથી આખો દેશ તેના પર ગર્વ અનુભવી રહ્યો છે. સફળતા તેને જઈ વરે તે પરસેવે નહાય. આ કહેવતને વાસ્તવિત જીવનમાં સાબિત કરી બતાવી છે હરિયાણાની 20 વર્ષની અંશુ મલિકે. ભારતની પ્રતિભાવાન મહિલા પહેલવાન અંશુ મલિકે નોર્વેના ઓસ્લેમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. અંશુ 57 કિલોગ્રામની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનારી ભારતની પહેલી મહિલા પહેલવાન બની ગઈ છે. અંશુની આ ઐતિહાસિક જીત એટલા માટે ખાસ છે, કેમ કે કોણીમાં દર્દ થતું હોવા છતાં ટાઈટલ મુકાબલામાં પહોંચી છે.
કોણ છે અંશુ મલિક:
હરિયાણાના નિદાની ગામની રહેવાસી અંશુના પિતા ધર્મવીર, કાકા પવન અને ભાઈ શુભમે પણ કુશ્તીમાં હાથ અજમાવ્યો છે. અંશુના પિતા ભારતીય જુનિયર રેસલિંગ ટીમનો ભાગ હતા. જ્યારે કાકા પવન સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. અંશુએ 11 વર્ષની ઉંમરમાં પોતાના ભાઈની સાથે કુશ્તી શરૂ કરી. તેનો પરિવાર તેની સાથે રહ્યો. અંશુના પિતાનું સપનું હતું કે તેમની દીકરી ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરે અને હવે અંશુ તે સિદ્ધિ મેળવવાની એકદમ નજીક પહોંચી ગઈ છે. અંશુના પિતાનું સપનું દીકરીને ઓલિમ્પિકમાં રમતા જોવાનું હતું.
જાપાની પહેલવાન કાઓરી ઈચો છે અંશુની રોલ મોડલ:
અંશુની આદર્શ ચાર વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ જાપાનની કાઓરી ઈચો છે. ઈચોએ એથેન્સ 2004, બીજિંગ 2008, લંડન 2012 અને રિયો 2016 એટલે સતત ચાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અંશુએ ત્રણ વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી આદર્શ કાઓરી ઈચો છે. તેણે ચાર વખત ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો. હું હંમેશા તેના વીડિયો જોતી રહું છું.
અંશુની દોસ્ત છે સોનમ:
અંશુની પહેલવાન સોનમ મલિક સાથે સારી દોસ્તી છે. બંને એક જ ઉંમરની છે. બંને હજુ પણ એકસાથે જ પ્રેક્ટિસ કરે છે. અંશુ અને સોનમ એકબીજાની રમતને સારી રીતે જાણે છે.
અંશુની સિદ્ધિઓ:
20 વર્ષીય અંશુએ આ વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગયા વર્ષે ઈન્ડિવિજ્યુઅલ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ, એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં અંશુના નામે ત્રણ મેડલ (એક ગોલ્ડ, બે બ્રોન્ઝ) છે. તેની સાથે જ એશિયન જૂનિય ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ જુનિયર રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
ટોક્યો ઓલિમ્પિકને યાદગાર ન બનાવી શકી:
અંશુ મલિકને ટોક્યો ઓલિમ્પિકમાં ઘણી આશા હતી. ઈજામાંથી બહાર આવ્યા પછી આ મહિલા પહેલવાને રમતના મહાકુંભ માટે ક્વોલિફાય કર્યુ હતુ. ઓલિમ્પિકમાં તેની શરૂઆત શાનદાર રહી હતી. જોકે પહેલી અડચણ પાર કર્યા પછી તે આગામી બાઉટમાં હારી ગઈ હતી.