નવી દિલ્હીઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડ ગયેલી ટીમ ઈન્ડિયા હવે ટેસ્ટ સિરીઝ માટે પોતાની કમર કસી રહી છે. આ ટૂર પર ભારતીય ટીમના કેપ્ટનની સાથે તેની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ હાજર હતી, જે હવે ભારત પરત ફરી ચુકી છે. વિરાટથી દૂર થતાં અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટની સાથે પોતાની એક સેલ્ફી શેર કરતા ભાવુક મેસેજ શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુષ્કા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને વિરાટે સેલ્ફી મોડમાં ક્લિક કરી છે, જેમાં વિરાટનું ધ્યાન ક્લિક પર છે અને તેનાથી થોડે દૂર બેઠેલી અનુષ્કા સ્માઇલ આપતા આ પોઝ આપ્યો છે. 


આ તસવીરને શેર કરતા અનુષ્કાએ લખ્યું, 'તમે વિચારતા હશો કે સમયની સાથે-સાથે ગુડ બાય કહેવાનું સરળ હોય છે. પરંતુ તેમ ક્યારેય નથી થતું.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર