બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019)માં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી. 10 મેચોમાં ત્રણ જીત અને સાત હારની સાથે ટેબલમાં સૌથી નીચે આઠમાં સ્થાન પર છે. ટીમમાં ડેલ સ્ટેન સામેલ થયા બાદથી માનો આરસીબીમાં નવો જીવ આવી ગયો છે. વિરાટ કોહલી પણ આરસીબીની જીતથી ઘણો ખુશ જોવા મળી રહ્યો છે. આ ખુશીને વિરાટ પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા ખુબ મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. આરસીબીએ હવે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખવા માટે ટીમે બાકીના તમામ મેચ જીતવા પડશે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિરાટ અને અનુષ્કાના વીડિયોમાં બંન્ને વર્ચુઅલ રિઆલિટી શૂટિંગ ગેમ રમી રહ્યાં છે. અનુષ્કા શર્મા પોતાના હાથોમાં બંદૂક પકડે છે અને વિરાટ કોહલી તેની સામે રમવાની એક્ટિંગ કરી રહ્યો છે. 




આ પહેલા અનુષ્કા શર્માને વિરાટ કોહલીની સાથે આઈપીએલ દરમિયાન ઘણીવાર સ્પોટ કરવામાં આવી છે. 




મગત્વનું છે કે, અનુષ્કા અને વિરાટે આરસીબી ટીમમેટ્સ માટે ગત સપ્તાહે મુંબઈમાં એક પાર્ટીની યજમાની પણ કરી હતી. અનુષ્કા હંમેશા વિરાટ કોહલી અને તેના ક્રિકેટ પ્રવાસ પર ટીમની સાથે જોડાયેલી રહે છે.