ભારતમાં એક ભૂલ પણ પડશે ભારે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ
24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આ સિરીઝને વિશ્વકપની તૈયારી સાથે જોડીને જોવામાં આવી રહી છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકે ટીમના સીમિત ઓવરના કેપ્ટન એરોન ફિન્ચે કહ્યું કે, ભારત જેવી દમદાર ટીમ વિરુદ્ધ તેના ઘરમાં રમવા માટે આત્મવિશ્વાસની સાથે સતર્કતાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 24 ફેબ્રુઆરીથી સીમિત ઓવરોની દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ માટે ભારતના પ્રવાસે આવશે.
આ સિરીઝને વિશ્વકપની તૈયારીઓને જોડીને જોવામાં આવી રહી છે, જ્યાં ટીમ બે ટી20 આંતરરાષ્ટ્રીય બાદ પાંચ વનડે મેચો રમશે. ફિન્ચની આગેવાનીમાં મેલબોર્ન રેનેડેટ્સે રવિવારે મેલબોર્ન સ્ટાર્સને 13 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગનું ટાઇટલ જીત્યું હતું.
તેણે કહ્યું કે, ભારત વિરુદ્ધ તેને બીબીએલમાં મળેલી જીતના જોશની જરૂર નથી. તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર વેબસાઇને કહ્યું, મને નથી લાગતું કે જ્યારે તમે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે પ્રવાસ પર જતા હોય, ખાસ કરીને ભારતના પ્રવાસે ત્યારે તમારે કોઈ અલગ પ્રકારના જોશની જરૂર હોય છે.
આ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, જો તમે થોડી ભૂલ કરી તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તે ઘરઆંગણે શ્રેષ્ઠ વનડે ટીમ છે. મને લાગે છે કે, ભારત વિરુદ્ધ તમારે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સ્પષ્ટ ખેલ યોજનાની સાથે રમવું પડશે.
ફિન્ચ માટે આ સત્ર ખુબ ચડાવ-ઉતાર ભર્યું રહ્યું, જ્યાં તેને વિશ્વકપ પહેલા વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે ટેસ્ટમાં પણ પર્દાપણ કર્યું, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો. તે નિર્ધારિત ઓવરોની જેમ આક્રમક ન દેખાયો. બીબીએલ ફાઇનલમાં તે 13 રન બનાવી દુર્ભાગ્યપૂર્ણ રીતે રનઆઉટ થઈ ગયો હતો.