નવી દિલ્હીઃ ભારતની અપૂર્વ ચંદેલા (Apurvi Chandela) મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઈવેન્ટની વિશ્વ રેન્કિંગ (ISSF Rankings)માં પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે. ભારતની શૂટર અંજુમ મોદગિલ બાલના વર્ષોમાં સતત સારા પ્રદર્શનની મદદથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. અપૂર્વી ચંદેલાએ ફેબ્રુઆરીમાં આઈએસએસએફ વર્લ્ડ કપમાં 252.9ના વિશ્વ રેકોર્ડ સ્તરથી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપૂર્વી ચંદેલાએ વર્ષ 2018 એશિયન ગેમ્સમાં 10 મીટર મિક્સ્ડ રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ શૂટરે સફળતાની ખુશી ટ્વીટર પર શેર કરતા પોતાના હેન્ડલ પર લખ્યું, 'આજે વિશ્વમાં નંબર એકનું સ્થાન હાસિલ કરીને મારા શૂટિંગ કરિયરમાં સિદ્ધિ મેળવી લીધી.' 26 વર્ષની ચંદેલા ટોક્યો ઓલિમ્પિક માટે સ્થાન મેળવી ચુકી છે. વે બેઇજિંગમાં હાલમાં સમાપ્ત થયેલા આઈએસએસએફ વિશ્વકપમાં 207.8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી હતી. 


ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થતાં ભડક્યો ઉમેશ, કહ્યું- મનોબળ પર પડી અસર


તો અંજુમ મોદગિલે બેઇજિંગમાં આઈએસએસએફ વિશ્વ કપમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું છે. મનુ ભાકર 25 મીટર પિસ્તોલ મહિલા વર્ગમાં વિશ્વની 10માં નંબરની શૂટર છે. 


પુરૂષોમાં દિવ્યાંશ સિંહ પંવાર બેઇજિંગ વિસ્વ કપ પ્રદર્શનની મદદથી 10 મીટર એર રાઇફલ વર્ગમાં વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. દિવ્યાંશે બેઇજિંગમાં 10 મીટર એર રાઇફલ અને 10 મીટર એર રાઇફલ મિક્સ ડબલ્સ ટીમ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા અને આ સાથે ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મેળવી હતી. 


IPL 2019મા ધમાલ મચાવી રહ્યાં છે ઘરેલું અને વિદેશી ક્રિકેટરો

બેઇજિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિષેક વર્મા 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટના વિશ્વ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતના યુવા શૂટર સૌરભ ચૌધરીનો રેન્ક છઠ્ઠો છે. ભારતનો પ્રતિભાશાળી યુવા નિશાનેબાજ આશીષ ભાનવાલા 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ વર્ગમાં 10માં સ્થાન પર છે.