નવી દિલ્હીઃ આર્જેન્ટીનાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું બુધવારે 60 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. મારાડોનાનું નિધન હાર્ટ એટેકથી થયુ છે. મારાડોનાના વકીલે આ સમાચારની પુષ્ટિ કરી છે. મારાડોનાની ગણના વિશ્વના મહાન ફુટબોલરોમાં થાય છે. . "Hand of God"ના નામથી દુનિયામાં જાણીતા મારાડોનાએ 1986મા આર્જેન્ટીનાને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 અને 90ના દાયકામાં ફુટબોલની દુનિયામાં મારાડોનાનું નામ બોલાતુ હતું. મારાડોના 1977થી 1994 સુધી આર્જેન્ટીના માટે રમ્યા હતા. FIFA પ્લેયર ઓફ ધ સેન્ચુરી પુરસ્કાર માટે તેમને ઇન્ટરમેન્ટ વોટિંગમાં પ્રથમ સ્થાન મળ્યુ હતું અને તેમણે પેલેની સાથે પુરસ્કારમાં ભાગીદારી કરી હતી. મારાડોનાએ પોતાના દમ પર આર્જેન્ટીનાને 1986ના ફુટબોલ વિશ્વકપમાં વિજેતા બનાવ્યું હતું. 


કોણ ભૂલી શકે છે હેન્ડ ઓફ ગોડ
1986ના વિશ્વકપની તે ઘટનાને કોણ ભૂલી શકે છે જ્યારે ડિએગો મારાડોનાએ હાથની મદદથી ગોલ કર્યો હતો. બાદમાં તેમણે તેને 'હેન્ડ ઓફ ગોડ' એટલે કે ઈશ્વરનો હાથ ગણાવ્યો હતો. મારાડોનાએ ગોલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં કર્યો હતો. મારાડોના 1986મા મેક્સિકોમાં રમાયેલા વિશ્વકપમાં આર્જેન્ટીનાના કેપ્ટન હતા.


તેમણે ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીનાની ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2-1થી જીત બાદ કહ્યુ હતુ કે, 'આ ઈશ્વરનો હાથ' એટલે કે 'હેન્ડ ઓફ ગોડ' કહ્યો હતો. તે વિશ્વકપમાં આર્જેન્ટીના મારાડોનાની મદદથી જીત મેળવી હતી. ફાઇનલમાં આર્જેન્ટીનાએ વેસ્ટ જર્મનીને 3-2થી પરાજય આપી બીજીવાર ટ્રોફી પર કબજો કર્યો હતો. તેમનું આ કથન ખેલ જગતની સૌથી ચર્ચિત ટિપ્પણીઓમાં સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર