Arjun Tendulkar: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર હાલમાં ઇગ્લેંડમાં રજા માણી રહ્યો છે. આ દરમિયાન અર્જુન તેંડુલકરનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેને તહેલકો મચાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિનના પુત્ર સાથે ડેટ પર ગઇ છે આ મહિલા ક્રિકેટર
જોકે, ઇગ્લેંડ મહિલા ક્રિકેટ ટીમની ક્રિકેટર ડેનિએલ વેટએ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન તેંડુલકરની તસવીર શેર કરી છે. તસવીર રજૂ કરી રહી છે કે અર્જુન તેંડુલકર લંડનની એક રેસ્તરાંમાં ડેનિયલ વેટ સાથે લંચ પર ડેટ પર ગઇ છે. 


ડેનિયલ વેટ અને અર્જુન તેંડુલકરની દોસ્તી ખૂબ જૂની
તમને જણાવી દઇએ કે ડેનિએલ વેટ અને અર્જુન તેંડુલકરની દોસ્તી ખૂબ જૂની છે. આ પહેલાં પણ ઘણીવાર બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. લંડનના સોહો રેસ્તરાંમાં ડેનિએલ વેટ અને અર્જુન તેંડુલકરે લંચ કર્યું, જેની તસવીર વાયરલ થઇ રહી છે. 
7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી, DA વધતાં EPF અને ગ્રેજ્યુટીમાં આવશે મોટો ઉછાળો


કોહલીને કરી ચૂકી છે પ્રપોઝ
તમને જણાવી દઇએ કે વર્ષ 2014 માં ડેનિએલ વેટનું નામ ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ જોડાયું છે. ડેનિએલ વેટએ વર્ષ 2014 માં ટ્વિટર પર વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે સમયે સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો હતો. ઇગ્લેંડ મહિલા ટીમની આ મહત્વપૂર્ણ સભ્ય અર્જુનની સારી મિત્ર છે. બંને લંડનમાં સાથે ફરી રહ્યા છે. 
નેપાળ સરકારે કાઠમાંડૂમાં પાણીપુરી પર લગાવી બેન, જાણો શું છે કારણ


ડેનિયલ વેટનું ઇન્ટરનેશનલ કેરિયર
ડેનિયલ વેટના કેરિયરની વાત કરીએ તો તેમણે અત્યાર સુધી ઇગ્લેંડ તરફથી કુલ 93 વનડે અને 124 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. ડેનિયલ વેટ ખાતામાં 1489 વનડે અને 1966 ટી20 ઇન્ટરનેશનલ રન નોંધાવ્યા છે. ડેનિએલ વેટે પોતાના ઇન્ટરનેશનલ કેરિયર 2010માં શરૂ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube