IPL 2021: ડેબ્યૂ વિના જ MI માંથી કપાઈ ગયું અર્જુન તેંડુલકરનું પત્તું, આ ખેલાડીએ છિનવી લીધી જગ્યા
આઇપીએલ 2021 નો બીજો તબક્કોમાં રમાઇ રહ્યો છે. આ ટૂર્નામેંટની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સએ આ વર્ષે ઓક્શનમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
નવી દિલ્હી: આઇપીએલ 2021 નો બીજો તબક્કોમાં રમાઇ રહ્યો છે. આ ટૂર્નામેંટની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સએ આ વર્ષે ઓક્શનમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. તેમનેઅત્યાર સુધી એકપણ મેચ રમવાની તક આપવામાં આવી નથે. પરંતુ હવે મોટા સમાચાર એવા સામે આવ્યા છે કે અર્જુનને હવે આઇપીએલ 2021 માંથી પોતાનું નામ પરત લઇ લીધું છે.
આ ખેલાડીને કર્યો સામેલ
મુંબઇ ઇન્ડીયન્સના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને ઇજા હોવાથી તેમની જગ્યાએ સિમરજીત સિંહને ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) બાકી બચેલી મેચો માટે પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર છે અને હાલ ચેમ્પિયન મુંબઇ તેમને આ વર્ષની શરૂઆતમાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
મુંબઇ ઇન્ડીયન્સે કર્યું ટ્વીટ
મુંબઇ ઇન્ડીયન્સની પ્રેસ રિલીઝ અનુસાર ' મુંબઇ ઇન્ડીયન્સએ આઇપીએલ 2021 ના બાકી સત્ર માટે ઇજાગ્રસ્ત અર્જુન તેંડુલકરની જગ્યાએ સિમરજીત સિંહને પોતાની ટીમામાં સામેલ કરવામાં આવ્યા છે'. કહેવામાં આવ્યું છે કે 'જમણા હાથના ફાસ્ટ બોલરે આઇપીલ દિશાનિર્દેશોના અનુસાર અનિવાર્ય કોરોન્ટાઇન પુરો કર્યા બાદ ટીમની સાથે અભ્યાસ કર્યો છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube