ગોવાઃ અત્યાર સુધી અર્જુન તેંડુલકરની ઓળખ માત્ર સચિન તેંડુલકરના પુત્રના રૂપમાં હતી, પરંતુ હવે આ યુવા ખેલાડીએ બુધવારે આલોચકોને વળતો જવાબ આપ્યો છે. રણજી ટ્રોફીની પોતાની પહેલી મેચમાં અર્જુન શતકવીર બની ગયો છે. ડાબા હાથના આ બેટરે રાજસ્થાન વિરુદ્ધ મેચના બીજા દિવસે સદી ફટકારી દીધી છે. પોતાની શતકીય ઈનિંગમાં અર્જુને1 2 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાના રેકોર્ડની કરી બરોબરી
અર્જુન તેંડુલકરે પોતાના પિતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. પોતાની પહેલી રણજી મેચમાં અર્જુને સદી ફટકારી. આ સંયોગ કહો કે બીજુ કંઈ તેંડુલકર પરિવાર માટે ડિસેમ્બરનો મહિનો ખુબ ભાગ્યશાળી રહ્યો. આ પહેલા સચિને ગુજરાત વિરુદ્ધ ડિસેમ્બર 1988માં અણનમ 100 રન બનાવ્યા હતા. તફાવત માત્ર એટલો છે કે તે સમયે સચિન માત્ર 15 વર્ષનો હતો, પરંતુ અત્યારે અર્જુનની ઉંમર 23 વર્ષ છે. 


IPL માં મુંબઈ તરફથી રમે છે અર્જુન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે પરંતુ તેણે અત્યાર સુધી પર્દાપણ કર્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube