મુંબઈઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ટી20 મુંબઈ લીગની બીજી સિઝન માટે આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બે શનિવારે 5 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સચિન આ લીગનો બ્રાન્ડ એમ્બેસેડર છે. સુજીત નાયકને પણ 5 લાખ રૂપિયાના મૂલ્યમાં ખરીદવામાં આવ્યો છે. હરાજીમાં અર્જુનને ઓલરાઉન્ડર વર્ગમાં એક લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાબા હાથનો ફાસ્ટ બોલર અર્જુન ભારતની અન્ડર-19 ટીમ માટે બિન સત્તાવાર ટેસ્ટમાં રમી ચુક્યો છે. ઘણી ટીમોએ તેની માટે બોલી લગાવી પરંતુ નોર્થ મુંબઈ પૈંથર્સે 5 લાખ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવી ત્યારબાદ હરાજી કરાવી રહેલા ચારૂ શર્માએ 2 નવી ટીમો- આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ અને ઈગલ ઠાણે સ્ટ્રાઇકર્સ- બરાબરી કરવાની તક (ઓટીએમ)નો વિકલ્પ આપ્યો. 


IPL 2019: સુરેશ રૈનાને બેટિંગ ટિપ્સ આપતો જોવા મળ્યો ધોની, જુઓ VIDEO 

બંન્ને ટીમોને ઓટીએમનો વિકલ્પ પસંદ કર્યો જેથી એક બેગમાં બે કાર્ડ રાખવામાં આવ્યા અને મુંબઈ ક્રિકેટ સંઘ તદર્થ સમિચિના સભ્ય ઉન્મેસ ખાનવિલકરે એક કાર્ડને પસંદ કર્યું જે આકાશ ટાઇગર્સનું હતું જેથી તેણે જૂનિયર તેંડુલકરને હાસિલ કર્યો હતો. લીગ 14 મેથી વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે.