ક્રિકેટ જગતમાં જ્યારે પણ ભારે ભરખમ બોડીવાળા ખેલાડીઓની વાત ચાલે ત્યારે ફેન્સના મનમાં એક નામ ચોક્કસપણે હલેસા મારે અને તે છે શ્રીલંકાના દિગ્ગજ પૂર્વ ખેલાડી અને પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા. 1996માં શ્રીલંકાને વર્લ્ડ કપ જીતાડનારા આ બેટર ભલે તે તે વખતે ભારે ભરખમ હતા પરંતુ પોતાના દેશ માટે જબરદસ્ત ક્રિકેટ રમીને મેચ જીતાડવામાં એક્સપર્ટ હતા. તેઓ રણનીતિ  બનાવવામાં પણ ગજબ હતા. પરંતુ એક સમયે આવા ભારે શરીરવાળા રણતુંગાની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ ચોંકી ગયા છે. કારણ કે આશ્ચર્યજનક રીતે તેમણે પોતાનું વજન ઘટાડી દીધુ છે. હાલ વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને અર્જૂન રણતુંગાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું રણતુંગાએ પોતાની મરજીથી વજન ઉતાર્યું છે કે પછી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાના કારણે તેમનું વજન ઉતરી ગયું છે. પરંતુ રણતુંગાનું આ વેઈટલોસ લોકોને ખુબ ચોંકાવી રહ્યું છે. તેમની તસવીરો જોઈને ભાગ્યે જ એકનજરે કોઈ ઓળખી શકે. તસવીર જોઈને એક સમયે તેઓ ભારે ભરખમ હશે તે માનવું જ મુશ્કેલ બની રહ્યું છે. 



સોશિયલ મીડિયા પર ફેન્સ ભલે હવે કપિલ દેવ સાથે તેમની તસવીરો જોઈને ચોંકી રહ્યા હોય  પરંતુ તેમની આ ચોંકાવનારી તસવીર હકીકતમાં ગત વર્ષે ત્યારે સામે આવી હતી જ્યારે તેઓ એશિયા કપ સમયે ક્રિકેટ એક્સપર્ટ્સ તરીકે પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા. 



કપિલ દેવ સાથેની તસવીરોમાં જ્યારે ફેન્સે રણતુંગાને જોયા તો તેઓ દંગ રહી ગયા. તેમાંથી અનેક લોકોએ પૂછ્યું કે શું રણતુંગા સાથે બધું હેમખેમ છે. અન્ય એક ફેને તો લખ્યું કે જો આ રણતુંગા હોય તો પછી તેમની સાથે શું થયું? અત્રે જણાવવાનું કે શ્રીલંકા માટે 18 વર્ષ સુધી રમ્યા બાદ રણતુંગા દેશના રાજકારણમાં સામેલ થઈ ગયા અને અલગ અલગ સમયે દેશની સરકારમાં મંત્રીમંડળમાં પણ રહ્યા. તેમણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં પણ પ્રશાસનિક સેવાઓ આપી. 



આ લેફ્ટહેન્ડ બેટરે પોતાની કરિયરમાં 93 ટેસ્ટ અને 269 વનડે મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં 5105 જ્યારે વનડેમાં 7456 રન કર્યા. બંને ફોર્મેટમાં તેમના નામે 4-4 સદી છે. આ દરમિયાન તેમણે ટેસ્ટમાં 16 અને વનડેમાં 79 વિકેટ પણ લીધી છે.