ન્યૂયોર્કઃ ભારત અને અમેરિકા વચ્ચે ટી20 વિશ્વકપમાં ટક્કર થઈ રહી છે. આ મેચ જીતનારી ટીમ સુપર-8માં પોતાની જગ્યા બનાવી લેશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમના બોલર અર્શદીપ સિંહે પોતાના કેપ્ટનનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો અને મેચની પ્રથમ ઓવરમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અર્શદીપ સિંહ આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્શદીપ સિંહનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે અમેરિકા વિરુદ્ધ આ મુકાબલામાં પ્રથમ બોલ પર વિકેટ લઈ કમાલ કર્યો છે. તેણે ઈનિંગના પહેલા બોલ પર અમેરિકાના શાયન જહાંગીરને આઉટ કર્યો હતો. શાયન જહાંગીર શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. અર્શદીપે તેને LBW આઉટ કર્યો હતો. આ સાથે ટી20 વિશ્વકપના પ્રથમ બોલ પર વિકેટ લેનાર અર્શદીપ પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપ પહેલા વિશ્વના ત્રણ બોલરે આ સિદ્ધિ મેળવી છે. અર્શદીપ દુનિયામાં આવું કરનાર ચોથો ખેલાડી બન્યો છે. 


ટી20 વિશ્વકપમાં પ્રથમ બોલ પર વિકેટ લેનાર બોલર
મુશરફે મુર્તઝા બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન, 2014
શાપૂર ઝાદરાન અફઘાનિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ
રૂબેલ ટ્રમ્પલમેન નામીબિયા વિરુદ્ધ સ્કોટલેન્ડ, 2021
રૂબેલ ટ્રમ્પલમેન નામીબિયા વિરુદ્ધ ઓમાન, 2024
અર્શદીપ સિંહ ભારત વિરુદ્ધ અમેરિકા, 2024


આ ખાસ લિસ્ટમાં થયો સામેલ
અમેરિકા વિરુદ્ધ પ્રથમ બોલ પર જહાંગીરને આઉટ કર્યાં બાદ અર્શદીપે ઓવરના છેલ્લા બોલ પર એન્ડ્રીસ ગૌસને આઉટ કર્યો હતો. એન્ડ્રોસ ગૌસ હાર્દિક પંડ્યાના હાથે કેચઆઉટ થયો હતો. અર્શદીપ સિંહ ટી20 વિશ્વકપમાં પ્રથમ ઓવરમાં બે વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલા માત્ર રૂબેન ટ્રમ્પલમેને ઓમાન અને અફઝલહક ફારૂકીએ યુગાન્ડા સામે આ સિદ્ધિ મેળવી હતી.