Arshdeep Singh IPL Auction: IPL 2025 માટે મેગા ઓક્શન ચાલી રહ્યું છે. પ્રથમ દિવસે ઓક્શનમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અર્શદીપ સિંહ આઈપીએલમાં મોંઘા ભારતીયોના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ખાસ વાત છે કે જેટલી અર્શદીપની નેટવર્થ નથી તેનાથી વધુ પૈસામાં પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલી છે અર્શદીપની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અર્શદીપની નેટવર્થ 10 કરોડ રૂપિયાની આસપાસ છે, પરંતુ હવે આઈપીએલમાં તેની હરાજી કુલ સંપત્તિથી ઉપર જતી રહી છે. અર્શદીપને 2019માં પંજાબ કિંગ્સે માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2022માં 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પરંતુ હવે ઓક્શનમાં ઉતરતા અર્શદીપ માલામાલ બની ગયો છે. 


અર્શદીપની આ છે ખાસિયત
અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયા માટે સતત ટી20 મેચ રમી રહ્યો છે. અર્શદીપ સિંહ અત્યાર સુધી 60 ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં 95 વિકેટ લઈ ચુક્યો છે. તેની ખાસ વાત પાવરપ્લે સિવાય ડેથ ઓવર્સમાં વિકેટ લેવાની છે. આ કારણ છે કે પંજાબ કિંગ્સે તેના માટે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. 


આ પણ વાંચોઃ IPL 2025: આ ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, પંત-અય્યર થયા માલામાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ


પંજાબ માટે કરી ચુક્યો છે કમાલ
ઉલ્લેખનીય છે કે અર્શદીપ સિંહે સૌથી પહેલા વર્ષ 2019માં પંજાબ કિંગ્સ તરફથી આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું. અત્યાર સુધી તે પંજાબ કિંગ્સ માટે 65 મેચ રમી ચુક્યો છે અને 76 વિકેટ લીધી છે. તે એક મેચમાં પાંચ વિકેટ અને બે મેચમાં ચાર વિકેટ પણ લઈ ચુક્યો છે. 


અર્શદીપનો ઇકોનોમી રેટ
અર્શદીપ સિંહની ઈકોનોમી ખુબ સારી છે. અર્શદીપ એક ઓવરમાં સરેરાશ 9 રન આપે છે. આ વાત પણ તેના પક્ષમાં છે. આ કારણ છે કે અર્શદીપ સિંહને આઈપીએલ 2025ના ઓક્શનમાં 18 કરોડ રૂપિયા મળ્યા છે.